મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા
Breaking news
Morbi Today

મોરબીના ધારાસભ્યની બંદીવાનોને ટકોર : 'કોઈના કહ્યામાં ગુના આચાર્ય બાદ જે તે વ્યક્તિ બહાર જલસા કરે અને તમારે જેલ ભોગવી પડે તેવું ન બને તે માટે તમારા પરિવારનું વિચારો


SHARE











મોરબીના ધારાસભ્યની બંદીવાનોને ટકોર : 'કોઈના કહ્યામાં ગુના આચાર્ય બાદ જે તે વ્યક્તિ બહાર જલસા કરે અને તમારે જેલ ભોગવી પડે તેવું ન બને તે માટે તમારા પરિવારનું વિચારો

મોરબી સબ જેલ ખાતે બીપોરજોય વાવાઝોડાના સંદર્ભે મોરબી જિલ્લાના  ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા જેલની મુલાકાત લેવામા આવી હતી તેમજ જેલમાં રહેલ તમામ પુરુષ-મહિલા બંદીવાનઓની સાથે વાતચીત કરી હતી તે દરમિયાન તેઓએ બંદીવાનોને જણાવ્યું હતું કે અન્ય કોઈના દોરવ્યા કે કોઈના કહ્યામાં ગુના આચાર્ય બાદ જે તે વ્યક્તિ બહાર જલસા કરે અને તમારે જેલ ભોગવી પડે આવું બને તે માટે તમારું તમારા પરિવાર અને બાળકોનું તેમજ ભવિષ્યનું વિચારીને આગામી સમયમાં સારું જીવન જીવવા અને સારા નાગરિક બનવા તેઓએ બંધીવાનોને જણાવ્યું હતું.

આસાથે તેઓએ જેલમાં મળતો ખોરાક જાતે ચાખી ચેક કર્યો હતો.જેલમાં રહેવાની સગવડ,  સલામતી અને આરોગ્ય વિશેની જાણકારી લીધી હતી.તેમજ સરકાર તરફથી મળતી સવલતો અને યોજના મળે તેની માહિતી આપી હતી.તેમજ વાવઝોડામાં કોઈ તકલીફ નથી તેની તમામ બંદીવાનોને રૂબરૂ મળી માહિતી મેળવી હતી.આ મુલાકાત દરમિયાન જેલ અધિક્ષક, ડી.એમ.ગોહેલ, જેલર પી.એમ.ચાવડા હાજર રહેલ હતા






Latest News