મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘરવાપસી કરી રહેલા આશ્રિતો માટે વહિવટી તંત્ર અને રાજકોટના રામકૃષ્ણ મિશન દ્વાર ભોજનની વ્યવસ્થા કરવામાં આવી


SHARE









વાંકાનેરમાં ઘરવાપસી કરી રહેલા આશ્રિતો માટે વહિવટી તંત્ર અને રાજકોટના રામકૃષ્ણ મિશન દ્વાર ભોજનની વ્યવસ્થા કરવામાં આવી

સમગ્ર રાજ્યએ હવે બિપરજોય વાવાઝોડાના સંકટથી બહાર આવીને રાહતનો અનુભવ કરી રહ્યું છે ત્યારે વાવાઝોડાના સંકટને ધ્યાનમાં લઇને સ્થળાંતરીત કરેલા લોકોની ઘર વાપસીનું મિશન શરૂ થઈ ગયું છે.જે અન્વયે વાંકાનેર વિસ્તારના સ્થળાંતરીત લોકો હવે ઘર તરફ પાછા જઈ રહ્યા છે ત્યારે જિલ્લા વહિવટી તંત્રના માર્ગદર્શન હેઠળ વાંકાનેર પ્રાંત અધિકારી એ.એચ. શિરેસિયા દ્વારા રાજકોટના રામકૃષ્ણ મિશનના સહયોગથી દ્વાર રાહત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ઘણા દિવસથી ઘરથી દૂર રહેવાને કારણે ઘરે જમવા માટે હાલ પૂરતી કોઈ સગવડ ન હોય તે સ્વાભાવિક છે.ત્યારે તાલુકા વહીવટીતંત્ર અને રાજકોટના રામકૃષ્ણ મિશન દ્વાર સ્થળાંતરીત લોકોને જમવા માટે  તૈયાર ફૂડ પેકેટ્સ અને ત્યારબાદ જમવાનું બનાવવા માટે હાલ પૂરતી ભોજનની બધી કાચી ખાદ્ય સામગ્રીની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે.લોકો હવે પોતાના ઘરે પાછા જઈ રહ્યાં છે. ત્યારે તેમને કોઈ જ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.




Latest News