મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વાવાઝોડાની અસરના લીધે કેરી, લીંબુ સહિતના બાગાયતી પાકોને લાખોનું નુકશાન


SHARE









મોરબી જીલ્લામાં વાવાઝોડાની અસરના લીધે કેરી, લીંબુ સહિતના બાગાયતી પાકોને લાખોનું નુકશાન

વાવાઝોડાની અસરના કારણે મોરબી પંથકમાં ભારે પવન સાથે ભારે વરસાદ પણ પડ્યો હતો જેથી કરીને બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખાસ કરીને મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં શિવપુર ગામની આસપાસના વિસ્તારમાં કેરી અને લીંબુનો પાક ખેડૂતો લેતા હોય છે તેનો પાક ખરી પડ્યો છે અને આંબા તેમજ લીંબુના ઝાડ તૂટી પડતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયેલ છે

સામાન્ય રીતે રૂટીન ખેતી કરતા ઓછી મહેનતે ખેડૂતોને બાગાયતી પાકમાં સારી એવી આવક થતી હોય છે જેથી કરીને રૂટીન ખેતી છોડીને ખેડૂતો દ્વારા બાગાયતી પાકની ખેતી કરવામાં આવતી હોય છે જોકે હાલમાં વાવાઝોડાની અસરના કારણે શુક્રવારે મોરબી જિલ્લામાં ભારે પવન સાથે ભારે વરસાદ પણ થયો હતો જેથી કરીને બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા શિવપુર ગામની આસપાસના વિસ્તારમાં ૫૦થી વધુ ખેડૂતો દ્વારા આંબા પોતાની વાડીઓમાં ૫૦૦૦ જેટલા ઉછેરીને કેરીના પાક લેવામાં આવે છે તેમજ ત્યાં લીંબુની ખેતી પણ મોટા પ્રમાણમાં ખેડૂતો કરતા હોય છે

જોકે ભારે પવન અને વરસાદના કારણે ખેડૂતોની વાડીઓમાં આંબા ઉપર પાક આવેલ કેરીઓ ટપો ટપ તૂટી પડી હતી અને જેથી કરીને બાગાયતી ખેતી કરતા ખેડૂતોને નુકસાન થયેલ છે ખેડૂતો પાસેથી જાણવા મળતી વિદ્યુત પ્રમાણે સામાન્ય રીતે ગીરની કેસર કેરી ઉનાળાના શરૂઆતના સમયથી આવવાનું શરૂ થઈ જતું હોય છે જોકે હળવદ તાલુકાના શિવપુર ગામની આસપાસના વિસ્તારમાં જે ખેડૂતોના આંબા છે તેની કેરી કચ્છની કેરીની જેમ ચોમાસુ શરૂ થયા બાદ બજારમાં આવતી હોય છે જોકે આ કેરીનો પાક ખેડૂતો દ્વારા ઉતારી લેવામાં આવે અને બજારમાં વેચાણ થાય ત્યારે પહેલા વાવાઝોડા ની અસર ના કારણે ખેડૂતના ખેતરમાં આંબે ઝૂલતી કેરીઓ તૂટી પડી હતી અને તેના કારણે એક એક ખેડૂતને અંદાજે પાંચથી સાત લાખ રૂપિયાનું નુકસાન થયું હોય તેવી માહિતી હાલમાં ખેડૂતો આપી રહ્યા છે અને આ ખેડૂતોની કાચી કેરી જે તૂટી પડી છે તે હવે બજારમાં વેચાણ થશે નહીં અને તેઓને લાખો રૂપિયાનું નુકસાન થયું છે ત્યારે સરકાર તરફથી તેઓને સહાય આપવામાં આવે તેવી લાગણી ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે  




Latest News