હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

મોરબી પોલીસે ગેંગ કેસના ગુનામાં બે શખ્સોની કરી ધરપકડ


SHARE











મોરબી પોલીસે ગેંગ કેસના ગુનામાં બે શખ્સોની કરી ધરપકડ

મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારની અંદર વાહન ચોરીની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આ વાહન ચોરીની ઘટનાને ધ્યાને રાખીને ગેંગ કેસ કરવામાં આવ્યો હતો જેમાં એ ડિવિઝન પોલીસે હાલમાં બે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેર અને જિલ્લાના જુદા જુદા વિસ્તારની અંદર વાહન ચોરીની ઘટનાઓ થોડા સમય પહેલા બની હતી ત્યારે જિલ્લા એલસીબીની ટીમે વાહન ચોર ટોળકીને ઝડપી લીધી હતી અને તેની પાસેથી દોઢ લાખની કિંમતના ચાર ચોરાઉ વાહનો કબજે કરેલ હતા ત્યાર બાદ આ આરોપીઓની સામે ગેંગ કેસ દાખલ કરવામાં આવ્યો હતો જે ગુનામાં પોલીસે હાલમાં ડાયાભાઈ અમરશીભાઈ વડેચા જાતે દેવીપુજક (૪૫) રહે. આદિપુર અંજાર રોડ અને દેવજીભાઈ રમેશભાઈ કુવડીયા જાતે દેવીપુજક (૨૧) રહે, ગોંડલ સોસાયટીની બાજુમાં ભક્તિનગર મહેંદી ફડિયા આદિપુર વાળાની ધરપકડ કરી હતી અને આ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના રણકાંઠાના વિસ્તારમાં રહેતા સલીમભાઈ અસિનભાઈ લોલાડીયા પોતાનું વાહન લઈને નવા જાંબુડીયા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં ગાડી પલટી મારી જતા તેઓને જમણા પગમાં ઇજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે તાત્કાલિક મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મહેશભાઈ કહાંગરા ચલાવી રહ્યા છે






Latest News