ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં રાજવી પરિવારે આપેલ ઐતિહાસિક મિલકતોની જાળવણી માટે મુખ્યમંત્રીને રજુઆત


SHARE











મોરબીમાં રાજવી પરિવારે આપેલ ઐતિહાસિક મિલકતોની જાળવણી માટે મુખ્યમંત્રીને રજુઆત

મોરબીના રાજવી પરિવારે લોકો માટે ઘણી મિલકતો આપી છે જે મિલકતોના નામ ન બદલવા અને તેને પાડવામા ન આવે તેના માટે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે

મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ હાલમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે, આઝાદી પછી મોરબી સ્ટેટે ઘણી બધી ઇમારતો પ્રજાના હીત માટે આપેલ છે. જેવી કે એલ.ઇ. કોલેજ, નંદકુંવરબા ધર્મશાળા, નંદ કુંવરબા જનાના હોસ્પીટલ, મણીમંદિર, મહેન્દ્રસિંહજી હોસ્પીટલ, વી.સી. હાઇસ્કૂલ, મીડલ સ્કૂલ, તા. શાળા સુરજબાગ, કેસરબાગ, ઝુલતો પુલ અને બાલ મંદિર વિગેરેનો સમાવેશ થાય છે ત્યારે એલ.ઇ. કોલેજના બિલ્ડિંગના બાંધકામ પાડીને નવું બનાવવાની તજવીજ ચાલે છે. ત્યારે રાજવી પરીવારે આપેલ ભાતીગળ ઇમારતોના નામ ભુસી નાખવાના પ્રયત્ન થઇ રહયા છે તેવો આક્ષેપ કરેલ છે

મોરબી સ્ટેશન પાસે ભવ્ય નંદકુંવરબા ધર્મશાળા હતી. તે તોડીને રેનબસેરા બનાવેલ છે. તેવી જ રીતે મહેન્દ્રસિંહજી હોસ્પીટલને ગાંધી ચોકમાં શિફ્ટ કરીને સીવીલ હોસ્પીટલ બનાવેલ છે આમ રાજવી પરીવારે આપેલ ઇમારતોમાંથી નામ ભુસાતા જાય છે. ત્યારે આજે પણ મોરબીના વાઘજી બાપુના બાવલા પાસેથી આવતા જતા માણસો પગે લાગે છે અને માનતા કરે છે. મોરબીમાં ગમે ત્યારે આફત આવે પુર, હોનારત, ધરતીકંપ, ઝુલતા પુલની દુર્ઘટના હોય રાજવી પરીવાર પોતાની પ્રજા માટે દુઃખમાં ઉભા રહી મદદ કરે છે. અને તેનો રાજધર્મ નીભાવે છે. આટલા વર્ષો પછી પણ નિસ્વાર્થ ભાવે તેની પ્રજા એવુ ઇચ્છી રહી છે જે ઇમારતોના નામ હતા. તે જ રાખવા આવે જેમ કે, સીવીલ હોસ્પીટલને મહેન્દ્રસિંહજી હોસ્પીટલ તેમા જે જનાના હોસ્પીટલ છે તેનું નામ નંદકુંવરબા રાખવું અને જે રેઇન બસેરા બનાવેલ છે તેનું નામ નંદકુંવરબા રેઇન બસેરા રાખવું. જે પુલ બનેલ છે તેને મયુર બ્રીજ નામ આપવુ અને સુરજબાગ, કેસરબાગ જે બોર્ડ હતા તે ફરીથી મુકવામાં આવે તેવી માંગ કરી છે






Latest News