ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં વારંવાર ડિજિટલ મશીન બંધ થતાં કારખાનેદારે કર્મચારીને માર માર્યો


SHARE











વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં વારંવાર ડિજિટલ મશીન બંધ થતાં કારખાનેદારે કર્મચારીને માર માર્યો

વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા અને માટેલ રોડ ઉપર આવેલ સુજોરા સિરામિક કારખાનામાં ડિજિટલ મશીનના ઓપરેટર તરીકે કામ કરતા કર્મચારીને મશીન વારંવાર બંધ થઈ જતું હોય તે બાબતે કારખાનેદારે બોલાવીને જેમ ફાવે તેમ ગાળો આપી ત્રણથી ચાર ઝાપટો મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં કારખાનેદારની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવવામાં આવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના માટેલ ગામે રહેતા સંજયભાઈ નારણભાઈ ચાવડા (૨૭)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સુજોરા સીરામીક કારખાનાના માલિક કિર્તીભાઈની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, સુજોરા સિરામિક કારખાનામાં ડિજિટલ મશીનના ઓપરેટર તરીકે તે કામગીરી કરતો હતો ત્યારે બેન્ડ ટાઇલ્સના ફોલ્ટના કારણે વારંવાર મશીન બંધ થઈ જતું હોય કારખાનેદાર કિર્તીભાઈએ તેને બોલાવીને મશીન બંધ થઈ જવા બાબતે જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્રણ ચાર ઝાપટો મારીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં કારખાનેદાર સામે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News