ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે સદગુરુ સોસાયટીમાંથી દારૂ ભરેલ કાર ઝડપાઇ, બુટલેગરની શોધખોળ


SHARE











મોરબીના રવાપર રોડે સદગુરુ સોસાયટીમાંથી દારૂ ભરેલ કાર ઝડપાઇ, બુટલેગરની શોધખોળ

મોરબીના રવાપર રોડે આવેલ સદગુરુ સોસાયટીમાં રહેતો શખ્સ દારૂની હેરાફેરી કરતો હોવાની બાતમી મળી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસી ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા ઘર પાસે કારમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૫૬ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ તથા કાર આમ કુલ મળીને ૫,૨૬,૫૧૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે જો કે, બુટલેગર હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી નજીકના રવાપર રોડે આવેલ સદગુરુ સોસાયટીમાં રહેતા ભરતભાઈ કાનજીભાઈ ચાવડા દારૂની હેરાફેરી કરતા હોવાની હકીકત મળી હતી જેથી કરીને તેને ઘર પાસે દારૂ રેડ કરવામાં આવતા ત્યાં રાખવામાં આવેલ બ્રેઝા કાર નંબર જીજે ૩૬ એલ ૩૧૨૦ માંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૫૬ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૬૫૧૦ રૂપિયાની કિંમતનો  દારૂ તથા પાંચ લાખ રૂપિયાની કિંમતની કાર આમ કુલ મળીને ૫,૨૬,૫૧૦ નો મુદ્દા માલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો જોકે બુટલેગર ભરતભાઈ કાનજીભાઈ ચાવડા હાજર ન હોવાથી તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

દેશી દારૂ
મોરબી નજીક આવેલ ટીંબાવાડી મેલડી માતાજી મંદિરની પાછળના ભાગમાં કાલિન્દ્રી નદીના કાંઠે બાવળની જાળીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની બાતમી બી ડિવિઝન પોલીસને મળી હતી જેથી ત્યાં પોલીસે રેડ કરતા સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો સાડા ચારસો લીટર આથો તથા ૩૪ લીટર તૈયાર દેશી દારૂ તેમજ ગેસનો એક બાટલો, ગેસનું રેગ્યુલેટર અને અન્ય મુદ્દા માલ મળીને પોલીસે સ્થળ ઉપરથી ૩૩૩૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ દેશી દારૂની ભઠ્ઠી કિશોરભાઈ લાભુભાઈ કગથરા જાતે કોળી રહે. લાભનગર વેજીટેબલ રોડ મોરબી વાળાની હોવાનું સામે આવતા તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 






Latest News