ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલીડા પાસે આરનીયા બાયોડોમની ઓરડીમાં ઝેરી જનાવર કરડી જતાં યુવાનનું મોત


SHARE











વાંકાનેરના જાલીડા પાસે આરનીયા બાયોડોમની ઓરડીમાં ઝેરી જનાવર કરડી જતાં યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના જાલીડા ગામના પાટીયા પાસે આરનીયા બાયોડોમની ઓરડીમાં સુતેલ યુવાનને ઝેરી જનાવર કરડી ગયું હતુ જેથી તેને ઝેરી અસર થઈ હતી માટે તે યુવાનને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવ અંગેની મૃતકના પરિવારજનો દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ બાલનગર જિલ્લાના કૂવોનુંહાનના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના જાલીડા ગામના પાટીયા પાસે આવેલ આરનીયા બાયોડોમ ખાતે રહેતા અને ત્યાં કામ કરતા વિક્રમભાઈ રમુભાઈ આદિવાસી (૨૫) પોતાની ઓરડીમાં સુતા હતા દરમિયાન તેને ઝેરી જનાવર કરડી જતા તેને ઝેરી અસર થઈ હતી જેથી કરીને તાત્કાલિક તને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી મોરબીમાં રવાપર રેસીડેન્સી ખાતે રહેતા નિરંજનભાઇ મહેન્દ્રભાઈ ભોળા જાતે આદિવાસી (૨૭)એ આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળ વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ જે.કે. અઘારા ચલાવી રહ્યા છે






Latest News