ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં મારી ગાડી સાથે ગાડી કેમ ભટકાડેલ કહીને યુવાન પાસેથી ૨૩ હજાર પડાવનાર આરોપીની મુદામાલ સાથે ધરપકડ 


SHARE











મોરબીમાં મારી ગાડી સાથે ગાડી કેમ ભટકાડેલ કહીને યુવાન પાસેથી ૨૩ હજાર પડાવનાર આરોપીની મુદામાલ સાથે ધરપકડ 

મોરબીની રવિરાજ ચોકડી પાસેથી પસાર પાસેથી કાર લઈને જતાં વાહન ચાલકને રોકીને મારી ગાડી સાથે ગાડી કેમ ભટકાડેલ તેમ કહીને માથાકૂટ કરી હતી અને બાદમાં તેની પાસેથી બળજબરીથી ૨૩૦૦૦ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા જેની ફરિયાદ નોંધાતાની સાથે જ એલસીબીની ટીમે રાજકોટથી આરોપીની મુદામાલ સાથે ધરપકડ કરેલ છે અને આરોપીને હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે

 જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડે રહેતા ફરીયાદી પરેશભાઇ લક્ષ્મણભાઇ રાવત પોતાની કાર લઇને મોરબી- માળીયા હાઇવે રોડ ઉપર રવિરાજ ચોકડી પાસેથી પસાર થતાં હતા તે દરમ્યાન પાછળથી અર્ટીગા કાર નંબર જીજે ૩ એલઆર ૨૪૫૧ના ચાલકે ફરીયાદીની ગાડીનું ઓવરટેક કરી ફરીયાદીની ગાડીને રોકી મારી ગાડી સાથે ગાડી કેમ ભટકાડેલ તેમ કહીને માથાકૂટ કરી હતી અને ત્યારે ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેમજ ધમકાવીને બળજબરીથી ૨૩,૦૦૦ રૂપિયા કઢાવી લીધા હતા જેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનએ ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે આઇપીસી કલમ ૩૮૭ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ સ્ટાફ કામે લાગી ગયો હતો અને એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલના માર્ગદર્શન આધારે ટિમ કામ કરી રહી હતી ત્યારે હ્યુમન ઇન્ટલીજન્સ તથા ટેકનીકલ માધ્યમ મારફતે ગુનામાં સંડોવાયેલ આરોપી તથા અર્ટીગા કારનો ચાલક મહમદઅવેશ નસરૂદીનભાઇ ઘોણીયા રહે. રાજકોટ વાળો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસની એક ટીમ રાજકોટ ખાતે રવાના થઈ હતી અને આરોપી તથા મુદામાલની રોકડ રકમ ૨૩,૦૦૦ તથા ગુનામાં વપરાયેલ અર્ટીગા કાર પોલીસે કબજે કરી હતી અને હાલમાં આરોપી મહમદઅવેશ નસરૂદીનભાઇ ઘોણીયા (૨૫) રહે. ઘાંચીવાડ શેરી નં.૦૨/૦૭ જીલ્લા ગાર્ડન પાસે રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.






Latest News