ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી શહેરમાં પ્રથમ વરસાદે પાલિકાની પ્રીમોનસુન કામગીરીના લીરે લીરા: મહેશભાઈ રાજ્યગુરૂ


SHARE











મોરબી શહેરમાં પ્રથમ વરસાદે પાલિકાની પ્રીમોનસુન કામગીરીના લીરે લીરા: મહેશભાઈ રાજ્યગુરૂ

મોરબી નગરપાલિકા પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ ગયેલ છે મોરબીમાં  કચરા કલેક્શન હોય કે સીટી બસની સેવા હોય કે છેવાડાના વિસ્તારમાં પીવાના પાણી પહોંચાડવાની વાત હોય કે શેરી ગલીઓમાં લાઈટ કે ગટરના ઉભરાતા પાણીની સમસ્યા આ તમામ સમસ્યા ઉકેલવામાં ભાજપનુ શાસન હોય કે વહીવટદારનુ શાસન હોય તમામમાં પ્રજા પરેશાન છે. ત્યારે મોરબી પાલિકાની  દ્વારા પિ મોનસુનની કામગીરી કેવી કરવામાં આવી તે મોરબીમાં પડેલ પ્રથમ વરસાદમાં લીરે લિરા ઊડી ગયા છે

મોરબીમાં જ્યાં જોવો ત્યાં પાણી ભરાઇ ગયા છે. પ્રજાના ટેક્ષના લાખો રૂપિયા પ્રીમોનસુનની કામગીરી કરી પણ  એ કામગીરી વરસાદી પાણીના નિકાલ માટે કામના આવી તેવી પ્રથમ વરસાદમાં જોવા મળી  લાતી પ્લોટ, સામાકાંઠા વિસ્તાર, શનાળા રોડ, રવાપર રોડ સહિતના વિસ્તારમાં રસ્તાઓ પર વરસાદના પાણી ભરી ગયા હતા ત્યારે મોરબીના ધારાસભ્ય વારંવાર મોટી મોટી વાતો કરી પ્રજાને સુવિધા આપવાની ગુલબાંગો ફેકે  છે પણ પાલિકા કે ઘારાસભ્ય પાસે લોકોને સુવિધા આપવાની નક્કર નીતિ નથી જેથી લોકો હેરાન થાય છે તેવું મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશભાઈ રાજ્યગુરૂએ જણાવ્યુ છે






Latest News