ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં નિવૃતી પછી પણ નિયમિત શાળાએ બાળકોને ભણાવતા શિક્ષક દેવકરણભાઈ સુરાણી


SHARE











મોરબીમાં નિવૃતી પછી પણ નિયમિત શાળાએ બાળકોને ભણાવતા શિક્ષક દેવકરણભાઈ સુરાણી

મોરબીના દેવકરણભાઈ સુરાણી નામના નિવૃત શિક્ષકને વંદન કરવાનું મન થાય એવું કાર્ય કરી રહ્યા છે સામાન્ય રીતે એવું કહેવાય છે કે, “શિક્ષક કભી સાધારણ નહિ હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસ કી ગોદ મે ખેલતે હૈ આ ઉક્તિને તેઓ સાર્થક કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે મોરબીમાં શનાળા રોડ પર આવેલ પી.જી. ક્લોક સોસાયટીની પાછળ આંબાવાડી પ્રાથમિક શાળા આવેલી છે આ શાળામાં હાલ ૨૩૭ વિદ્યાર્થીઓ છે અને માત્ર ત્રણ શિક્ષકો જ કામ કરે છે. જેના કારણે બાળકો શિક્ષક અને શિક્ષણથી વંચિત રહી જતા હતા આ બાબત નિવૃત શિક્ષક દેવકરણભાઈ સુરાણીના ધ્યાન પર આવી હતી અને તેઓ છેલ્લા દશેક મહિનાથી આ શાળામાં દરરોજ નિયમિત આવીને વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવે છે.નવાઈ અને ગૌરવની વાત તો એ છે કે તેઓ પોતાના ફરજ કાળમાં ક્યારેય આ શાળામાં ફરજ બજાવી નથી એમને પોતાની મોટા ભાગની ફરજ શકત શનાળા ગામે બજાવી હતી છેલ્લે હરિપર ગામે નિવૃત્ત થયા હતા આમ આંબાવાડી શાળા સાથે એમને ફરજનો કોઈ નાતો ન હોવા છતાં શિક્ષકના અભાવે વિદ્યાર્થીઓના બગડતા શિક્ષણથી એમને દુઃખ થયું અને છેલ્લા પાંચ વર્ષથી નિવૃત થયા હોવા છતાં નિવૃત્તિ બાદ પણ ચોક પકડીને પ્રવૃતિશીલ બન્યા, દેવકરણભાઈ સુરાણી સાથે જેમને વર્ષો સુધી કામ કર્યું છે એવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મોરબી જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ નિવૃત શિક્ષકની રૂબરૂ મુલાકાત કરી હતી અને અને એમના વર્ગ કાર્યને નિહાળ્યું હતી અને તેમની સેવાને બિરદાવી હતી






Latest News