ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી નજીક અકસ્માત સર્જીને બે યુવાનના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE











મોરબી નજીક અકસ્માત સર્જીને બે યુવાનના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીના સોખડા નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ડબલ સવારીમાં જતા બે યુવાનોના બાઈકને ટ્રક ચાલક હડફેટે લીધું હતું જેથી કરીને રાજકોટના એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ બનાવ બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના પિતાએ ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા સોખડા ગામ નજીક વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં ડબલ સવારી બાઈકમાં જઈ રહેલા જીગ્નેશ સુરેશભાઈ ગાંધી (૩૮) રહે. શિવમ પાર્ક સોસાયટી રૈયા ચોકડી પાસે રાજકોટ તેમજ અમિત વિજયભાઈ જોશી (૪૨) રહે અંબા ભુવન ધર્મનગર સ્ટર્લીંગ હોસ્પિટલ પાછળ રૈયા રોડ રાજકોટ વાળાને ટ્રક ચાલકે પાછળથી હડફેટે લેતા બંને યુવાનો બાઇક સહિત રોડ ઉપર ફાંગોળાયા હતા જેથી તે બંને યુવાના મોત નિપજ્યાં હતા ત્યાર બાદ હાલમાં રાજકોટમાં શિવમ પાર્ક સોસાયટી રૈયા ચોકડી પાસે રહેતા સુરેશભાઇ ત્રબંકલાલ ગાંધી જાતે મોઢવાણીયા (૮૩)એ ટ્રક ટેલર નં જીજે ૧૨ ઝેડ ૨૩૦૬ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News