ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી શાકભાજી લેવા જાઉં છું કહીને નીકળેલી યુવતી ગુમ


SHARE











મોરબીમાં ઘરેથી શાકભાજી લેવા જાઉં છું કહીને નીકળેલી યુવતી ગુમ

મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં રહેતા જૈન પરિવારની યુવતી ઘરેથી શાકભાજી લેવા માટે બહાર જાઉં છું તેમ કહીને ઘરેથી નીકળી હતી અને બાદમાં ઘરે પરત ન ફરતા પરિવારે ઘરમેળે તેણીની શોધખોળ કરી હતી છતાં પણ યુવતીનો કોઈ પતો ન લાગતા અંતે યુવતીના ભાઈ દ્વારા એ ડિવિઝન પોલીસ મથક ખાતે યુવતી ગુમ થઇ હોવાની જાણ કરવામાં આવતા હાલ પોલીસે આ અંગે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ મોટી હનુમાન ડેરી શેરીમાં રહેતી રિધ્ધીબેન ભરતભાઈ દોશી જાતે જૈન વાણીયા (ઉમર ૨૩) નામની યુવતી ગત તા.૨૨-૪ ના રોજ ઘરેથી સવારે નવેક વાગ્યે શાકભાજી લેવા માટે જાઉ છું તેમ કહીને નીકળી હતી અને બાદમાં ઘરે પરત ફરી ન હતી.છેલ્લા કેટલાક સમયથી પરિવાર દ્વારા યુવતીની ઘરમેળે તપાસ ચલાવવામાં આવી રહી હતી છતાં પણ રિધ્ધીબેન દોશીનો કોઈ પતો લાગ્યો ન હતો.અંતે તેના ભાઈ પ્રિતેશ ભરતભાઇ દોશી (ઉમર ૨૬) રહે.મોટી હનુમાન ડેરી શેરી ગ્રીનચોકએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે પોતાની નાની બહેન રીધ્ધીબેન ભરતભાઈ જોશી ગુમ થયા હોવા અંગે જાણ કરતા હાલ પોલીસે ગુમસુધા નોંધ દાખલ કરી છે જેની આગળની તપાસ પી.બી.ઝાલા ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં માતા-પુત્રીને ઇજા

મોરબીના રવાપર-ઘુનડા રોડ ઉપર આવેલ શ્રીજી હાઈટ એપાર્ટમેન્ટમાં રહેતા લક્ષ્મીબેન ગણેશભાઈ પરિહાર (ઉમર ૨૬) અને તેઓની બે વર્ષની પુત્રી રિયાને ઇજા થતા મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા અને ત્યાંથી તેઓને વધુ સારવાર માટે હાલ રાજકોટ લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે લક્ષ્મીબેન તથા તેઓની બે વર્ષની દીકરી રિયા તેઓના પતિના બાઈકમાં પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે ત્યાં રવાપર ગામ પાસે આવેલ રિદ્ધિ-સિદ્ધિ સોસાયટી પાસે તેમનું બાઈક ગાય સાથે અથડાયું હતું.જેથી સર્જાયેલ અકસ્માત બનાવમાં માતા-પુત્રીને ઇજા થતા તેઓને સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.

મહિલા સારવારમાં

મોરબીના રવાપર રોડ ઉપર રહેતા હર્ષિદાબેન સુનિલભાઈ ચાડમીયા નામની ૩૩ વર્ષની મહિલાને વાહન અકસ્માતમાં ઇજા થતા ખાનગી હોસ્પિટલે સારવારમાં લઈ જવામાં આવ્યા હતા.તેઓ મોરબીના રવાપર-શનાળા રોડ વચ્ચેના રસ્તેથી બાઇકમાં બેસીને જતા હતા ત્યારે અંકલ સ્ટોર પાસે તેઓનું બાઈક સ્લીપ થઈ જતા ઇજા થતા સારવારમાં લઇ જવાયા હતા.






Latest News