મોરબીના ઊંચી માંડલ નજીક કારખાનામાં લાદી ઉપાડતા સમયે ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત મોરબી નજીક આવેલ સીરામીક કારખાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારામાં દેવકુંવર શૈક્ષણિક સંકુલ ખાતે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના જન્મદિવસ નિમિતે રક્તદાન કેમ્પનું આયોજન મોરબીના સરદારનગર રોડ ઉપર મહાપાલિકાએ મેટલ પાથરી અને ઉદ્યોગપતિએ સ્વખર્ચે રોડ રોલર ફેરવ્યું મોરબીના કલેક્ટરે નવલખી પોર્ટ-ક્રિક વિસ્તારની લીધી મુલાકાત: દરિયાઈ સુરક્ષાની કરી સમીક્ષા મોરબી મહાપાલિકાની પ્રથમ સભામાં કોર્પોરેટરોના પગાર-ભથ્થા અને પદાધિકારીઓનો ઓફિસ ખર્ચ મંજૂર, નંદીઘરમાં અવ્યવસ્થા દૂર ન થાય તો ચોમાસામાં નંદી રિબાઈ રિબાઈને મરે તેવો ઘાટ રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો
Breaking news
Morbi Today

લોકોનો પોલીસમાંથી વિશ્વાસ ઉઠ્યો ફરિયાદ કરવાનું પણ ટાળે છે, ટંકારા તાલુકાના નસીતપર ગામે તસ્કરોનો તરખાટ


SHARE







લોકોનો પોલીસમાંથી વિશ્વાસ ઉઠ્યો ફરિયાદ કરવાનું પણ ટાળે છે, ટંકારા તાલુકાના નસીતપર ગામે તસ્કરોનો તરખાટ

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં નસીતપર ગામે તસ્કરોનો તરખરાટ જોવા મળ્યો હતો.જેમાં મંદિરની અંદર ત્રણ જેટલા અજાણ્યા ઈસમો દ્વારા ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવેલ છે અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.આશરે રૂા.૩૫,૦૦૦ થી વધુની કિંમતની મતાની ચોરી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

 
સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના ટંકારા તાલુકાના નસીચપર ગામે ભક્તિનગર સોસાયટીમાં વિરસોડીયા પરિવારના કુળદેવીનું મંદિર આવેલું છે.આ મંદિરને તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું જેમાં ચાંદીના ત્રણ જેટલા છતર, એક હાર તથા દાન પેટી મળી આશરે ૩૫ હજાર જેવી મતાની ચોરી થવા પામી છે અને ત્રણ ઈસમો સીસીટીવીમાં નજરે ચડી રહ્યા હોય પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું છે.અત્રે નોંધનીય છે કે હવે પોલીસની કામગીરીને લઈને લોકોમાં વિશ્વાસ રહ્યો ન હોય આ બનાવની પોલીસને ફરિયાદ પણ કરવામાં આવી નથી તેવું જાણવા મળી રહ્યું છે.તે ઉપરાંત ગામના એક મકાનમાં પણ તસ્કરોએ હાથ ફેરો કર્યો હોવાનું સૂત્રમાંથી જાણવા મળી રહ્યું છે. જોકે લોકો દ્વારા હવે ફરિયાદ કરવાનું પણ ટાળવામાં આવી રહ્યું છે જે બાબત પોલીસની !ઘનિષ્ઠ કાર્યવાહી" અને "સઘન પેટ્રોલીગ" ની ચાવી ખાઇ છે.





Latest News