ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં છેલ્લી ૨૪ કલાકમાં પોણા ઇંચથી લઈને સવા ત્રણ ઇંચ વરસાદ: હજુ પણ વરસાદના એંધાણ


SHARE











મોરબીમાં છેલ્લી ૨૪ કલાકમાં પોણા ઇંચથી લઈને સવા ત્રણ ઇંચ વરસાદ: હજુ પણ વરસાદના એંધાણ

મોરબી જિલ્લામાં છેલ્લા ૨૪ દિવસથી મેઘરાજ મહેરબા થયા છે અને ધીમો વરસાદ વરસી રહ્યો છે દરમિયાન ગુરૂવારે સવારથી લઈને શુક્રવારે સવાર સુધીમાં ૨૪ કલાકમાં મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો છે જો કે, સૌથી વધુ મોરબી શહેર અને તાલુકામાં સવા ત્રણ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયેલ છે અને હજુ પણ આકાશમાં વાદળો જોવા મળી રહ્યા છે જેથી કરીને સારા વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે

મોરબી જીલ્લામાં ગઇકાલે આખા દિવસમાં મેઘરાજાએ ધીમીધારે બેટિંગ કરી હતી જેથી કરીને જીલ્લાના પાંચેય તાલુકામાં વરસાદ નોંધાયો છે અને આખા દિવસમાં મોરબી શહેર અને તાલુકામાં સવા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારે મોરબી જિલ્લાના ફ્લડ કંટ્રોલરૂમમાંથી જાણવા મળતી માહિતી મુજબ છેલ્લી ૨૪ કલાકમાં મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં મોરબી તાલુકામાં ૮૩ એમએમવાંકાનેર તાલુકામાં ૬૦ એમએમહળવદ તાલુકામાં ૩૯ એમએમટંકારામાં તાલુકામાં ૨૨ એમએમ અને માળિયા તાલુકામાં ૧૮ એમએમ વરસાદ થયો છે જો સીઝનના કુલ વરસાદની વાત કરીએ તો મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં મોરબી તાલુકામાં ૩૦૯ એમએમ, હળવદ તાલુકામાં ૧૩૭ એમએમટંકારા તાલુકામાં ૨૦૫ એમએમવાંકાનેર તાલુકામાં ૨૦૦ એમએમ અને માળિયા તાલુકામાં ૧૨૩  એમએમ વરસાદ નોંધાયેલ છે અને હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી છે તે જોતાં આજે પણ સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે અને જીલ્લામાં આજે પણ સારો વરસાદ વરસે તેવું દેખાઈ રહ્યું છે અત્રે ઉલેખનીય છે કે, સવા ત્રણ ઇંચ કરતાં વધુ વરસદમાં હાલમાં મોરબીના આલાપ રોડ આવેલ સુપર આલાપ સોસાયટીમાં પાણી ભરાઈ ગયું છે જેથી કરીને  સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઇ ગયો છે આવી જ પરિસ્થિતી મોરબીની અવની ચોકડી પાસે પણ જોવા મળી રહી છે તેમજ શહેરના મુખ્ય માર્ગો ઉપર પણ પાણીનો યોગ્ય નિકાલ ન હોવાથી વરસાદી પાણી ભરાયા છે અને વાહન ચાલકો સહિતના લોકો હેરાન થઈ રરહ્યા છે






Latest News