મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધરમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત મોરબી નજીક કારખાનામાં ટ્રકના તોતિંગ વ્હીલ ફરી જવાથી ઇજા પામેલા ક્લીનરનું સારવારમાં મોત મોરબી નજીક બાઇક સાથે બાઇક અથડાતા રસ્તા ઉપર નીચે પટકાયેલ 10 વર્ષની બાળકીનું મોત માળીયા (મી) નજીક ટ્રક ટ્રેલરની પાછળના ભાગમાં બલ્કર અથડાતાં વાહન ચાલકનું મોત મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના તખતસિંહજી રોડે ભરાતા વરસાદી પાણીનો પ્રશ્ન ઉકેલવા વેપારીઓની પાલિકામાં રજૂઆત


SHARE









મોરબીના તખતસિંહજી રોડે ભરાતા વરસાદી પાણીનો પ્રશ્ન ઉકેલવા વેપારીઓની પાલિકામાં રજૂઆત

મોરબી શહેરના તખતસિંહજી રોડ ઉપર વરસાદી પાણી ભરાવવાનો વર્ષો જૂનો પ્રશ્ન છે જેને નગરપાલિકા કચેરી સામે જ આવેલ હોવા છતાં પણ ઉકેલી શકી નથી જેથી કરીને દર વખતે વરસાદ પડે ત્યારે તખતસિંહજી રોડ ઉપર ગાંધીચોક બાજુથી સામાકાંઠા તરફ જવાના રસ્તા ઉપર નદી જેવું પાણી ભરાઈ જતું હોય છે અને ત્યારે ત્યાંથી પસાર થતાં વાહનોના કારણે રસ્તા ઉપરનું પાણી વેપારીઓની દુકાનમાં ઘૂસી જાય છે જેથી કરીને દુકાનમાં રહેલ વેપારીઓના માલ સામાનમાં પણ નુકસાન થાય છે અને વરસાદ રહી ગયાના કલાકો સુધી આ વરસાદી પાણી રસ્તા ઉપરથી જતું નથી જેથી વેપારીઓ, વાહનચાલકો અને રાહદારીઓ સહિતનાઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ બાબતે તખતસિંહજી રોડ ઉપર દુકાન ધરાવતા ઉમેશભાઈ કચોરીયા સહિતના વેપારીઓ દ્વારા વરસાદી પાણીના જે નિકાલ બંધ થઈ ગયા છે તે નિકાલને ખુલ્લા કરાવીને યોગ્ય રીતે વરસાદી પાણી સમયસર તુર્ત જ નીકળી જાય તે પ્રકારની વ્યવસ્થા પાલિકા દ્વારા ગોઠવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે અને આ બાબતે સ્થાનિક વેપારીઓ દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે જોકે, વર્ષોથી જે પ્રશ્ન ઉકેલાયો નથી તે નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ દ્વારા ક્યારે અને કેવી રીતે ઉકેલવામાં આવશે તે સૌથી મોટો પ્રશ્ન છે




Latest News