ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં મંગલ ભુવન રેસ્ટ હાઉસમાં મેનેજર સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીમાં મંગલ ભુવન રેસ્ટ હાઉસમાં મેનેજર સામે ગુનો નોંધાયો

મોરબી જિલ્લામાં આવેલ હોટલ રેસ્ટોરન્ટમાં આવતા પ્રવાસીઓની એન્ટ્રી પથિક સોફ્ટવેરમાં કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેમ છતાં પણ ઘણા સંચાલકો અને મેનેજરો દ્વારા તેમાં નોંધ કરવામાં આવતી નથી જેથી આવા બેદરકાર હોટલના સંચાલકો અને કર્મચારીઓ સામે ગુના નોંધવામાં આવતા હોય છે આવી જ રીતે મોરબી શહેરમાં આવેલ મંગલ ભુવન રેસ્ટ હાઉસમાં આવેલ પ્રવાસીની એન્ટ્રી સોફ્ટવેરમાં કરવામાં આવી ન હતી જેથી કરીને મેનેજર સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી શહેરમાં આવેલ મંગલ ભુવન રેસ્ટ હાઉસમાં તપાસ કરવામાં આવી હતી ત્યારે જિલ્લા કલેકટર દ્વારા પથિક સોફ્ટવેરમાં યાત્રિકોની એન્ટ્રી કરવા માટેનું જે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તેનો ભંગ કરવામાં આવ્યો હોય તેવું સામે આવ્યું હતું જેથી કરીને મંગલ ભુવન રેસ્ટ હાઉસના મેનેજર હિતેશભાઈ મણીલાલ જોશી જાતે બ્રાહ્મણ (૫૫) રહે. મંગલ ભુવન રેસ્ટ હાઉસ મોરબી વાળાની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે






Latest News