ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની સરકારી શાળામાં ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો


SHARE











મોરબીની સરકારી શાળામાં ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો

ભારત વિકાસ પરિષદની મોરબી શાખા દ્વારા ગુરુપૂર્ણિમાના પાવન પર્વ નિમિતે માધાપર વાડી કન્યા શાળા અને માધાપર વાડી કુમાર શાળાના સંયુક્ત ઉપક્રમે ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્તમાન સમયમાં ગુરુ છાત્ર સંબંધોમાં ભારતીય સંસ્કૃતિ અનુસાર વિશ્વાસ સુદ્રઢ બને, છાત્રો દ્વારા ગુરુઓ પ્રત્યેનો પૂજ્ય ભાવ વધે અને છાત્રોને ગુરુઓ દ્વારા નવી પ્રેરણા અને પ્રોત્સાહન મળે તેમજ આપણી ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન શિક્ષણ પ્રણાલીને ફરી જીવંત કરવા માટેના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત પ્રકલ્પ સહસંયોજક દિલીપભાઈ પરમાર દ્વારા ગુરુ પૂર્ણિમા ઉત્સવને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું આ કાર્યક્રમમાં બંને શાળામાં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓ અને બંને શાળાના ૨૨ જેટલા શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્મમાં ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના સચિવ હિંમતભાઈ મા૨વણીયા તથા બંને શાળાના શિક્ષક ગણ તથા બંને શાળાના ૭૦૦ થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂપૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સફળ સંચાલન માધાપરવાડી શાળાના આચાર્ય દિનેશભાઈ વડાસોલાએ કર્યું હતું






Latest News