ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ઉમિયા સર્કલ પાસે સ્કૂલના દરવાજા પાસેથી બાઈકની ચોરી


SHARE











મોરબીમાં ઉમિયા સર્કલ પાસે સ્કૂલના દરવાજા પાસેથી બાઈકની ચોરી

મોરબીના સનાળા રોડ ઉપર ઉમિયા સર્કલ પાસે આવેલ સ્કૂલના ગેટ પાસે પાર્ક કરેલા બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૫૦૦૦ રૂપિયાની કિંમતના બાઇકની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે અજાણ્ય શખ્સની સામે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના સનાળા ગામે જ્ઞાનવિહાર સ્કૂલની બાજુમાં પંચવટી આશ્રમની સામે શિવમ હાઈટ ફ્લેટ નંબર ૫૦૩ માં રહેતા ધવલભાઇ ઇશ્વરભાઇ દેત્રોજા જાતે પટેલ (૨૭) એ અજાણ્ય શખ્સની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ હતું કે, મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સ્કૂલ પાસે ડુલ્સ એન ડુલ્ડેસ સ્કુલના દરવાજા પાસે તેણે પોતાનું બાઈક નંબર જીજે ૩ સીએચ ૪૪૮૧ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૫૦૦૦ રૂપિયાના કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની હાલમાં ભોગ બનેલા યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News