ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ધારાસભ્યએ પકડેલ ડમ્પર ડિટેઇન, તંત્ર દોડતું: દંડ વસૂલ કરવા કવાયત


SHARE











મોરબીમાં ધારાસભ્યએ પકડેલ ડમ્પર ડિટેઇન, તંત્ર દોડતું: દંડ વસૂલ કરવા કવાયત

મોરબીના જેતપર દેવળીયા રોડ ઉપરથી નંબર પ્લેટ વગરનું ડમ્પર જતું હતું તેને ધારાસભ્યએ રોકીને તાત્કાલિક કલકેટર સહિતના જિલ્લાના અધિકારીઓને ફોન કર્યો હતો અને હાલમાં ખનીજના વાહનોમાં નંબર નથી, કાલે દારૂ અને પાવડરની ગાડીઓમાં નંબર નહીં હોય ! આ શું પાકિસ્તાન છે ?, વિકાસ માટે બીજો ધારાસભ્ય રાખીને મારે નંબર પ્લેટ વગરના વાહનોના ફોટા પાડવા નીકળવું પડશે ? તેવી વાત કરી હતી તે વિડીયો હાલમાં સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ છે

 મોરબી જિલ્લામાં નંબર પ્લેટ વગરના ડમ્પર સહિતના ઘણા વાહનો દોડે છે જો કે, જવાબદાર અધિકારીઓએ દ્વારા તેની સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે ત્યારે મોરબીના જેતપર દેવળીયા રોડેથી મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા જતાં હતા ત્યારે નંબર પ્લેટ વગરનું એક ડમ્પર નિકળ્યું હતું અને ત્યારે સ્થળ ઉપરથી કલેક્ટર સાથે વાત કરી હતી અને એસપી સહિતના અધિકારીઓને આવા વાહન ચાલકોની સામે કડક પગલાં લેવા સૂચના આપેલ છે અને ત્યારે જે ફોનમાં વાત થયેલ હતી તેનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ છે જેમાં ધારાસભ્ય કહી રહ્યા છે કે, હાલમાં ખનીજના વાહનોમાં નંબર નથી, કાલે દારૂ અને પાવડરની ગાડીઓમાં નંબર નહીં હોય ! આ શું પાકિસ્તાન છે ?, વિકાસ માટે બીજો ધારાસભ્ય રાખીને મારે નંબર પ્લેટ વગરના વાહનોના ફોટા પાડવા નીકળવું પડશે ? વધુમાં એવું પણ કહ્યું હતું કે,  આરટીઓ વાળા કામ જ કરતાં નથી ત્યારે ધારાસભ્યએ કરેલ ફોન પછી તાત્કાલિક તંત્ર દોડતું થયેલ છે અને ખાણખનીજ વિભાગના અધિકારી જે ડમ્પરને ધારાસભ્યએ પકડાયું હતું તેના માલિક જનક રબારીને ડમ્પર નં. જીજે ૧૩ એએક્સ ૦૧૪૬ વાળાને ૩૦ લાખથી વધુનો મુદામાલ કબજે કરેલ છે અને ફાયર ક્લે સહિતનો મુદામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે






Latest News