મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

ટંકારાના દેવળિયા ગામે ગ્રામ પંચાયતના કામમાં ધ્યાન ન આપતા સરપંચને હોદ્દા પરથી દુર કરાયા


SHARE













ટંકારાના દેવળિયા ગામે ગ્રામ પંચાયતના કામમાં ધ્યાન ન આપતા સરપંચને હોદ્દા પરથી દુર કરાયા

મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના દેવળિયા ગામના સરપંચ અરૂણાબેન મનસુખભાઈ ભાલોડીયા સરકારના અગત્યના કામો કરવામાં રસ દાખવતા ન હોવાથી તેમને સરપંચના હોદ્દા પરથી દુર કરવા હુકમ કરવામાં આવ્યો છે.

સરપંચને ગ્રામ પંચાયત ભવનનું કામ શરૂ કરવા માટે તાલુકા પંચાયત કચેરી દ્વારા વારંવાર પત્રો અને નોટીસોથી સુચના આપવામાં આવી હતી, તેમ છતાં તેમના દ્વારા તેનો પ્રત્યુત્તર ન પાઠવીને કામ ચાલુ ન કરીને ઉપલી કચેરીના આદેશોનું પાલન કરેલ નથી. તેઓ સરપંચ ગ્રામ પંચાયત ભવન બનાવવાનું અગત્યનું કામ કરવામાં રસ દાખવતા નથી. ગ્રામ પંચાયત ભવન બનાવવા માટે તેમની માંગણી મુજબની જગ્યા રોડની મધ્ય રેખાથી બિલકુલ નજીક હોવાથી ભવિષ્યમાં કપાત થવાની સંભાવના છે અને તે જગ્યાની પાછળથી પાણીનો વોકળો પસાર થતો હોય ત્યાં બિલ્ડીંગ બનાવવું અયોગ્ય છે. આ બાબતની જાણ હોવા તેઓ પોતાની હઠ પર અડગ રહી ગ્રામ પંચાયતની અગાઉની બોડી દ્વારા નક્કી કરવામાં આવેલ જગ્યા પર ગ્રામ પંચાયત ભવન ન બનાવીને નવી જગ્યા પર ગ્રામ પંચાયત ભવન બનાવવા માંગે છે. જે કરવાથી સરકારશ્રીના નાણાનો દુર્વ્યય થાય તેમ છે.

સરકારના નિયમોનું ઉલ્લંઘન કરીને ઉપલી કચેરીના આદેશોનું પાલન કરેલ ન હોય તેમજ પોતાની ફરજો અને કાર્યો કરવામાં રસ દાખવતા નથી. ગામમાં વિવિધ યોજનાઓ હેઠળ મંજુર થયેલ કામો હજુ સુધી શરૂ કરવામાં આવેલ નથી. ઉપરાંત તેમણે સરકારશ્રીની સુચનાઓની પણ અમલવારી કરેલ નથી. આ તમામ બાબતો ધ્યાને લેતા દેવળીયા ગ્રામ પંચાયતના સરપંચ અરૂણાબેન મનસુખભાઈ ભાલોડીયાએ સરપંચ તરીકેની પોતાની ફરજ બજાવવામાં અસમર્થ હોય તેવું માલુમ પડે છે. તમામ આધાર-પુરાવા અને રજૂઆતોને ધ્યાને લઈ મોરબી જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ ડી.જાડેજા દ્વારા ટંકારા તાલુકાની દેવળિયા ગ્રામ પંચાયતના સરપંચ અરૂણાબેન મનસુખભાઈ ભાલોડીયાને ગુજરાત પંચાયત અધિનિય હેઠળ તાત્કાલિક અસરથી તેમણે ધારણ કરેલ સરપંચના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે






Latest News