ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં શક્તિ ચેમ્બર પાસે રાહદારી યુવાનને બાઇક ચાલકે ઉડાવ્યો


SHARE











મોરબીમાં શક્તિ ચેમ્બર પાસે રાહદારી યુવાનને બાઇક ચાલકે ઉડાવ્યો

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર પાસે પગપાળા ચાલીને રોડ ક્રોસ કરતાં યુવાનને અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લીધો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના લાલપર ગામે રહેતો શંકરભાઈ સોમાભાઈ ગેરવાલ (૨૧) નામનો યુવાન શક્તિ ચેમ્બર પાસેથી રાત્રિના દસેક વાગ્યાના અરસામાં પગપાળા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેને હડફેટે લીધો હતો જેથી કરીને અકસ્માતમાં બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં શંકરભાઈને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ચાવડા ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબીમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં આવેલ મફતીયાપરા વિસ્તારમાં રહેતા હારુનભાઈ નુરમામદ સુમરા (૪૦)ને મારામારીના બનાવવામાં ઈજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ હાલતમાં યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે અને સુત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે યુવાનના ઘર પાસે મારામારીના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી તેને સારવારમાં લાવ્યા હતા

અકસ્મામાં ઇજા

મોરબી તાલુકાના આમરણ નજીક આવેલ રાજપર ખાતે રહેતા જયંતિભાઈ મોહનભાઈ ફુલતરીયા (૫૪) નામના આધેડ મોરબીમાં શોભેશ્વર રોડના ખૂણા પાસેથી પોતાનું બાઈક લઈને જાત હતા ત્યારે બાઈક સહિત તેઓ રસ્તા ઉપર નીચે પટકાયા હતા જેથી તેઓને ઇજા થતાં ઇજાગ્રસ્ત હાલતમાં આધેડને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે આધેડ પોતાનું બાઈક લઈને કારખાનેથી ઘરે જતા હતા ત્યારે અકસ્માતના બનાવ બન્યો હતો

અકસ્માતમાં ઇજા

મોરબીના બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે આવેલ ગોકુલ મથુરા એપાર્ટમેન્ટમાં રહેતા વીરૂબેન કાનજીભાઈ મેંદપરા (૬૦) બાઈકમાં પાછળના ભાગે બેસીને ઘર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈકમાંથી તે નીચે પટકાયા હતા જેથી કરીને તેમને ઈજાઓ થતા ઇજાગ્રસ્ત હાલતમાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળ કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની વધુ તપાસ હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે






Latest News