ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન ઉપર જીવલેણ હુમલાના ગુનામાં નવઘણ ભરવાડની ધરપકડ કરીને જેલ હવાલે


SHARE











મોરબીમાં યુવાન ઉપર જીવલેણ હુમલાના ગુનામાં નવઘણ ભરવાડની ધરપકડ કરીને જેલ હવાલે

મોરબીના દલવાડી સર્કલ પાસે ત્રણ મહિના પહેલા બુલેટ ઉપર જતા યુવાનને માથામાં પાછળથી પાઇપ ફટકારીને નીચે પાડી દઈને બે શખ્સો દ્વારા આડેધડ છરી વડે જાનથી મારી નાંખવાના ઇરાદે હુમલો કરવામાં આવ્યો હતો અને આ ગુનામાં અગાઉ ત્રણ શખ્સને પકડવામાં આવ્યા હતા તે ગુનામાં હાલમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરીને આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મંજૂર કર્યા ન હતા જેથી કરીને આરોપીને હાલમાં જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીના કંડલા બાઇપાસ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસેથી બુલેટ નંબર જીજે ૩૬ એલ ૯૬૦૦ લઈને ઘર તરફથી મોરબી સીટીમાં રમેશ ઉર્ફે લાલો આણંદભાઈ જીલરીયા જાતે બોરીચા આહીર (૩૮) જતો હતો ત્યારે ત્રણ મહિના પહેલા માથાના પાછળના ભાગે લોખંડનો પાઇપ ફટકારવામાં આવ્યો હતો જેથી કરીને રમેશભાઇ જીલરીયા બુલેટ સહિત નીચે પડી ગયો હતો અને બાદમાં એકટીવામાં આવેલા ઓમાન અશરફ ધારાણી અને સલમાન ઉમેદ ધારાણી રહે. બંને ફિદાઇપાર્ક વોરા સોસાયટી કંડલા બાયપાસ મોરબી વાળાઓએ રમેશ જીલરીયાની ઉપર છરી વડે જાનથી મારી નાંખવાના ઇરાદે ડાબા ગાલગળાડાબી બગલછાતીપેટપડખાહથેળી અને ખભાના ભાગે આડેધડ છરીના ઘા જીંકયા હતા અને બાદમાં બંને હુમલાખોરો નાસી છૂટ્યા હતા. ત્યારે પીઆઇ એચ.એ. જાડેજાએ કલમ ૩૦૭ (ખુનની કોશીસ)૩૨૪૧૧૪ અને ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને જીવલેણ હુમલો કરનારા ઓમાન અશરફ ધારાણી જાતે ખોજા અને સલમાન ઉમેદ ધારાણી જાતે ખોજા અને મકસૂદ ઉર્ફે મખ્ખી સુમારભાઈ સામા જાતે સંધિ નામના ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આ ગુનાની તપાસમાં નવઘણ ભરવાડનું નામ સામે આવ્યું હતું જેથી કરીને પીઆઇ એચ.એ. જાડેજાએ પાસામાંથી છૂટેલા આરોપી નવઘણ મોહનભાઇ બાંભવા જાતે ભરવાડ (૩૦) રહે. તુલસી પાર્ક સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા ન હતા જેથી તે આરોપીને મોરબીની જેલ હવાલે કરવામાં આવેલ છે વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ઓમાન અને સલમાનને નવઘણે એક્ટિવાની વ્યવસ્થ કરી આપી હતી અને મદદગારી કરી કરી હતી આટલું જ નહીં તેની સામે ૧૩ જેટલા ગુના પણ નોંધાયેલ છે તેવું પણ પોલીસ પાસેથી જાણવા મળે છે 






Latest News