ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ઉગ્ર બનતી લડત: હળવદ પાલિકાના હંગામી કર્મચારીઓએ હવે શરૂ કર્યું આમરણાંત આંદોલન


SHARE











ઉગ્ર બનતી લડત: હળવદ પાલિકાના હંગામી કર્મચારીઓએ હવે શરૂ કર્યું આમરણાંત આંદોલન

હળવદ નગરપાલિકા વિસ્તારમાં સફાઈ કરતા હંગામી કર્મચારીઓ દ્વારા સફાઈ કામ બંધ કરવામાં આવ્યું છે અને વર્ષોથી હળવદ શહેરની અંદર સફાઈ કામ કરતા તમામ હંગામી કર્મચારીઓને પાલિકામાં કાયમી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જ્યાં સુધી તે લોકોની માંગણી સંતોષાસે નહીં ત્યાં સુધી સફાઈ કામગીરી બંધ રહેશે તેવી ચિમકી ઉચ્ચારી હતી જો કે, આજ સુધી તેની માંગણી પૂરી કરવામાં આવી નથી જેથી ગુરુવારથી બે હંગામી કર્મચારી દ્વારા આમરણાંત આંદોલન શરૂ કરવામાં આવ્યું છે

મોરબી જિલ્લામાં આવતી હળવદ નગરપાલિકા વિસ્તારમાં સફાઈ કરવા માટે થઈને સરકારમાંથી ૪૩ સફાઈ કામદારોનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે જોકે છેલ્લા વર્ષોમાં હળવદ નગરપાલિકાની અંદર વસ્તી અને વિસ્તારમાં વધારો થયો છે જેથી કરીને આ કર્મચારીઓથી તમામ વિસ્તારની અંદર સફાઈ કામગીરી જાળવી શકાય તેવી પરિસ્થિતિ ન હોવાથી હંગામી સફાઈ કામદારોને કામે લગાડીને હળવદના શહેરી વિસ્તારમાં સફાઈ કામ કરવામાં આવતું હોય છે જોકે છેલ્લા ઘણા વર્ષોથી હળવદ નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારોને કાયમી કરવામાં આવતા નથી અને તેઓની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે જેથી કરીને વારંવાર તેમના દ્વારા લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવે છે જો કે તેને ધ્યાનમાં લેવામાં આવતી નથી. જેથી કરીને હળવદ નગરપાલિકામાં હંગામી સફાઈ કામદાર તરીકે કામ કરતા ૯૦ જેટલા સફાઈ કામદારો દ્વારા હળવદ પાલિકા વિસ્તારમાં સફાઈ કામગીરી બંધ કરવામાં આવી છે અને આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે

હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર પાસેથી મળતી માહિતી મુજબ હળવદ નગરપાલિકાના વિસ્તારમાં આજની તારીખે કુલ મળીને ૪૫૦૦૦ થી ૫૦૦૦૦ જેટલી લોકોની વસ્તી છે અને સફાઈ વ્યવસ્થા જાળવવા માટે થઈને કાયમી કર્મચારીઓ ઉપરાંત હંગામી કર્મચારીઓને પણ કામે રાખવામાં આવતા હોય છે જો કે, હંગામી કર્મચારીઓ દ્વારા હાલમાં તેઓને કાયમી કરવામાં આવે તેવી માંગણી સાથે તા ૩૦/૬ થી પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે અને આ અંગેની જાણ તેમના દ્વારા ઉચ્ચ અધિકારીઓને પણ કરવામાં આવી છે તેમજ હંગામી કર્મચારીઓ દ્વારા ગુરુવારથી આમરણાંત આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જેની પણ અધિકારીઓને જાણ કરવામાં આવેલ છે હાલમાં મળતી માહિતી મુજબ પરમાર ભરતભાઇ ઇન્દુભાઈ અને વાઘેલા અતુલભાઈ પ્રભુભાઈ આમરણાંત આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જોકે હાલમાં હંગામી કર્મચારીઓ દ્વારા સફાઈ કામગીરી ઠપ્પ કરીને આંદોલન શરૂ કર્યું છે ત્યારે કાયમી સ્ટાફને કામે લગાડીને સફાઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે જો કે હંગામની કર્મચારીઓની હડતાલ લાંબો સમય સુધી ચાલે તો હળવદના લોકોને હાલાકીનો સામનો કરવો પડે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી






Latest News