ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલા ઝેરી દવા પી જતાં સારવારમાં


SHARE











મોરબીમાં મહિલા ઝેરી દવા પી જતાં સારવારમાં

મોરબીના વજેપર મેઇન રોડ ઉપર રહેતી મહિલા કોઈ કારણોસર ઉધઈ મારવાની દવા પી ગઈ હતી જેથી તેને અસર થતા તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વજેપર મેઇન રોડ ઉપર આવેલ ગેબનશાપીરની દરગાહની પાછળના ભાગમાં રહેતા રેશમાબેન અબ્દુલભાઈ ચાનીયા (૪૦) નામની મહિલા પોતાના ઘરે હતી ત્યારે ત્યાં ઊધઈ મારવાની દવા પી ગઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવની વધુ તપાસ વિપુલભાઈ પટેલ ચલાવી રહ્યા હોય તેમની સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, મહિલા ભૂલથી દવા પી ગઈ હોવાનું તેણે જણાવેલ છે જેની નોંધ કરી પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

ફિનાઇલ પીધું

ટંકારામાં રહેતો આમીન આદમભાઈ ખલીફા (૩૧) નામનો યુવાન પોતાની જાતે ઘરે હતો ત્યારે ફિનાઇલ પી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી એ ડીબીઝ્ન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી અને આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદનો હોવાથી ત્યાં જાણ કરવામાં આવેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરમાં આવેલ પારેખ શેરીમાં રહેતા કવિતાબેન અશોકભાઈ વાળા (૫૨) નામના મહિલા મંદિર પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર ત્યાં બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં કવિતાબેન વાળા રસ્તા ઉપર નીચે પટકાયા હોવાથી તેને શરીરે ઇજા થતાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં આવેલ વિરાણીની વાડીમાં રહેતા જાનકીબેન ધીરજભાઈ કંઝારીયા (૫) નામની બાળકીને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ મોમ્સ હોટલ પાસેથી પસાર થતી હતી ત્યારે ત્યાં અજાણ્યા બાઈકના ચાલક તેને હડફેટે લેતા ઈજા પામેલ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મોરબી એ ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વી.કે. પટેલ ચલાવી રહ્યા છે






Latest News