ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

હરડે પ્રચાર કેન્દ્ર મોરબી દ્વારા આવતી કાલે નેચરલ વસ્તુઓનું વેંચાણહરડે પ્રચાર કેન્દ્ર મોરબી દ્વારા આવતી કાલે નેચરલ વસ્તુઓનું વેંચાણ


SHARE











હરડે પ્રચાર કેન્દ્ર મોરબી દ્વારા આવતી કાલે નેચરલ વસ્તુઓનું વેંચાણ

મોરબીના શનાળા રોડ માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ આરડીસી બેંકના દરવાજા પાસે આવતીકાલ તા.૯ ને રવિવારના રોજ સવારના ૮ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધી રાહત દરે નેચરલ વસ્તુઓનું વેચાણ તેમજ રાહત દરે ફૂલછોડનું વેચાણ કરવામાં આવશે.જેમા હરડે પાવડર, ગૌમૂત્ર અર્ક, દેશી ગોળ, કેળાના પાપડ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક, નગોળનું તેલ, દશ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, આંબળાની મીઠી કેન્ડી, રસોડામાં ઉપયોગી લાકડામાંથી બનાવેલ સાધનો તેમજ, દેશી ટામેટા, ગોલ્ડન બેરી વિગેરે મળશે.તેમ વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કરની યાદી જણાવેલ છે.

ઇન્ટરનેશનલ મિલેટ યર

ઇન્ટરનેશનલ મિલેટ યર-૨૦૨૩ ના મિશનના ભાગરૂપે મોરબીમાં પણ મિલેટ્સ વર્ષ-૨૦૨૩ અંતર્ગત પ્રદર્શન કમ વેંચાણ થશે.મોરબીના શનાળા રોડ માર્કેટિંગ યાર્ડની બહારની બાજુ, આરડીસી બેંકનાં દરવાજા પાસે, ન્યુ હાઉસિંગ બોર્ડની સામે, શનાળા રોડ ખાતે તા.૯ ને રવિવારે સવારના ૯ થી બપોરનાં ૧ વાગ્યાં સુધી વેચાણ પણ થશે.કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ તેમજ કૃષિ યુનિવર્ષીટી-મોરબી અને હરડે પ્રચાર કેન્દ્ર-મોરબીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ પ્રદર્શન કમ વેંચાણ કેન્દ્ર ઉપરથી ભારત સરકાર દ્વારા  ઘોષિત મિલેટસ વર્ષ-૨૩ અંતર્ગત વિવિધ હળવા અને હલકા ધાન્યો (જેવા કે કોદરો, કાંગ, સામો, બાજરી, જવ, જુવાર, રાગી વગેરે) વિશેની માહિતી તેની ઉપલબ્ધી અને શરીરના પૌષ્ટીક-સમતોલ પોષણ માટે એની જરૂરિયાત વિશે જાણકારી મેળવી શકાશે.ઉપરોકત મિલેટ કેટેગરીનાં ધાન્યો પૈકી ઉપલબ્ધ ધાન્યોનું અહીંથી વેંચાણ પણ કરવામાં આવશે.






Latest News