ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીની અદેપર શાળાના આચાર્ય અરવિંદભાઈ કૈલાની બદલી થતાં વિદાય સમારોહ યોજાયો


SHARE











મોરબીની અદેપર શાળાના આચાર્ય અરવિંદભાઈ કૈલાની બદલી થતાં વિદાય સમારોહ યોજાયો

મોરબી તાલુકાના અદેપર ગામની પ્રાથમિક શાળામાં અરવિંદભાઈ કૈલા વર્ષ- ૧૯૯૯ માં કચ્છમાંથી બદલીને આવ્યા હતા થોડા વર્ષો એક જ શિક્ષક તરીકે શાળામાં ફરજ બજાવી ત્યાર બાદ આચાર્ય તરીકે પદભાર સંભાળ્યો ત્યારથી અદેપર ગામના બાળકોનું ખુબ જ સારી રીતે, નિયમિત રીતે નિષ્ઠાપૂર્વક શિક્ષણ કાર્ય કરાવ્યું હતું અને શાળા માત્ર બે રૂમ વાળી શાળા હતી એમાંથી આજે પાંચ રૂમની શાળાનું નિર્માણ કર્યું છે અને વચ્ચેના ગાળામાં સીઆરસી કો.ઓર્ડીનેટર તરીકે યશસ્વી કામગીરી કર્યા બાદ ફરીવાર અદેપર શાળામાં આચાર્ય તરીકે પ્રસ્થાપિત થયા ત્યારથી આજદિન સુધી આચાર્ય તરીકે શાળાનું સુપેરે સંચાલન કર્યું. તાજેતરમાં ઓનલાઈન બદલી કેમ્પમાં માધાપરવાડી કન્યા શાળામાં થતા શાળા પરિવાર દ્વારા અરવિંદભાઈ કૈલાને શાળા પરિવાર, ગ્રામજનો, સીઆરસી કો-ઓર્ડીનેટર ભરતભાઇ, તાલુકા શાળાના આચાર્ય હિરેનભાઈ ધોરિયાણી, ગામના સરપંચ જનકસિંહ ઝાલા, સહિતનાઓની હાજરીમાં વિદાય સમારોહ યોજાયો અને ત્યારે અરવિંદભાઈ કૈલાએ શાળા અને બાળકોના વિકાસ માટે રૂપિયા ૧૧૧૧૧ અર્પણ કર્યા હતા. તેમજ તેમના પુત્ર પરિમલ અને પુત્રવધુ અમી તરફથી શાળાના બાળકોને વાંચન લેખન માં ઉપયોગી સાહિત્ય આપી શાળા ઋણ અદા કર્યું હતું






Latest News