ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના પાંચ પૈકીનાં ચાર તાલુકામાં પોણા બે થી લઈને સવા બે ઇંચ જેટલો વરસાદ


SHARE











મોરબી જિલ્લાના પાંચ પૈકીનાં ચાર તાલુકામાં પોણા બે થી લઈને સવા બે ઇંચ જેટલો વરસાદ

મોરબી જિલ્લાના પાંચ પૈકીના ચાર તાલુકામાં સરેરાશ પોણા બે ઇંચ થી લઈને સવા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ત્યારે જો મોરબી શહેરની વાત કરીએ તો મોરબીના સનાળા રોડ હાઉસિંગ બોર્ડ સહિતના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જેથી કરીને લોકોને પારાવાર મુશ્કેલીમાં સામનો કરવો પડી રહ્યો છે

રાજ્યના હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે તે પ્રકારની આગાહી કરવામાં આવી હતી અને જો વાત કરીએ તો મોરબી જિલ્લામાં છેલ્લી 24 કલાકની અંદર પોણા બે ઇંચ થી લઈને સવા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે માટે જે ખેડૂતોએ આગોતરા વાવેતર કર્યા છે તેમને તો હાલમાં આ કાચું સોનું વરસતુ હોય તે પ્રકારે તેના હૈયે હરખ જોવા મળે છે પરંતુ જો બીજી બાજુ શહેરી વિસ્તારની વાત કરીએ તો મોરબી શહેરની અંદર સનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડ, સનાળા રોડ, રવાપર રોડ, મહેન્દ્રપરા, માધાપરા સહિતના અનેક વિસ્તારો કે જ્યાં દર વખતે વરસાદના ચાર છાંટા પડતાની સાથે વરસાદી પાણી ભરાઈ જાય છે જેથી કરીને લોકોને હાલાકી નો સામનો કરવો પડતો હોય છે તેવી જ રીતે હાલમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયું હોવાથી લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે






Latest News