ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના અમરાપર ગામે અકળ કારણોસર ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત


SHARE











મોરબીના અમરાપર ગામે અકળ કારણોસર ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત

મોરબી તાલુકાના અમરાપર ગામે માવતરને ઘરે પરિણીતાએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને મોરબીથી વધુ સારવાર માટે રાજકોટ લઈને ગયા હતા ત્યાં સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના અમરાપર ગામે માવતરને ત્યાં આવેલા વર્ષાબેન ભાવેશભાઈ ચૌહાણ (૨૭) નામની પરણીતાએ માવતરના ઘરે હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ઉલ્ટીઓ થવા લાગી હતી અને મો માંથી ફીણ નીકળવા લાગ્યા હતા જેથી કરીને તેણીને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા ત્યા સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અર્જુનસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

બે બોટલ દારૂ
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હોય પોલીસે ૧૦૪૦ ની કિંમતની દારૂની બે બોટલો કબજે કરી હતી અને આરોપી કાર્તિકભાઇ ઉર્ફે લાલો ચુનીભાઇ પરમાર જાતે લુહાર (૩૨) રહે. મહાકાળી ચોક મહેન્દ્રનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મળી આવેલ દારૂની બોટલ વચ્ચે કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવા જતો હતો તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News