ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી ગામે રૂપિયાની લેતી દેતી બાબતે બે સગા ભાઈને એક શખ્સે માર માર્યો


SHARE











મોરબીના ટિંબડી ગામે રૂપિયાની લેતી દેતી બાબતે બે સગા ભાઈને એક શખ્સે માર માર્યો

મોરબી નજીકના ટિંબડી ગામ પાસે રૂપિયાની લેતી દેતી બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યાર બાદ બે સગા ભાઈને માર મારવામાં આવ્યો હતો અને તે બે પૈકીના એકને આંખના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે હાલમાં રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના ટિંબડી ગામે રહેતા ચેતનભાઇ ચંદ્રકાંતભાઈ સલાટ (૨૬) અને તેના ભાઈ કરસનભાઈ ચંદ્રકાંતભાઈ સલાટ (૩૦) ને મારામારીમાં ઈજા હતી જેથી કરીને તે બંનેને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ચેતનભાઇને ડાબી આંખમાં ગંભીર ઈજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને મારામારીના આ બનાવ સંદર્ભે હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને વધુમાં ઇજાગ્રસ્ત ચેતનભાઇના બહેન આશાબેન સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, તેના ભાઈ કરસનભાઈના મિત્ર રાજાભાઈ સાથે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારે રાજાભાઈએ કરશનભાઈ અને ચેતનભાઇ બંનેને માર માર્યો હતો અને ત્યારે ચેતનભાઇને આંખના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે રાજકોટ ખાતે લઈને આવ્યા હતા. વધુમાં તેમણે એવું જણાવ્યું હતું કે, આ જ પૈસાની લેતી દેતી બાબતે બે વર્ષ અગાઉ પણ તેણે તેના બંને ભાઈઓ સાથે બોલાચાલી કરીને માથાકૂટ કરી હતી ત્યારે પણ પોલીસને જાણ કરવામાં આવી હતી હાલમાં પોલીસ દ્વારા બનાવ સંદર્ભે આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરવામાં આવી છે

ઝેરી દવા પીધી

મોરબી તાલુકાના જુના સદુળકા ગામ પાસે ભરતભાઈ જીવરાજભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા ચિકનભાઈ ભરતસિંહ અંજાબિયાળ (૨૦)એ કોઈ કારણોસર વાડી હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને રાજુભાઈ કાળુભાઈ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે






Latest News