ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના પીપળી ગામે વાહકજન્ય રોગ  અટકાયતી સઘન કામગીરી કરાઇ


SHARE











મોરબીના પીપળી ગામે વાહકજન્ય રોગ  અટકાયતી સઘન કામગીરી કરાઇ

મોરબી જિલ્લા  વિકાસ અધિકારી ડી.ડી.જાડેજા તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. ડી.વી.બાવરવાની સૂચના અને પ્રા.આ.કે. રંગપરના મેડીકલ ઓફિસર ડો. કિરણ વિડજા સુપરવાઇઝર પ્રફુલભાઈ રાઠોડના માર્ગદર્શન અનુસાર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પીપળીના આરોગ્ય કર્મચારીઓ દ્વારા પીપળી અને ઇન્દિરાનગરના વિસ્તારોમાં વાહકજન્ય રોગના અટકાયતી બાબતે વિવિધ કામગીરી કરવામાં આવી હતી જેમાં ઘરના નાના મોટા વાસણોમાં બિનજરૂરી પાણીનો નિકાલ, એબેટ કામગીરી, જન જાગૃતિ તેમજ ઇન્દિરાનગર પ્રા.શાળાના બાળકોને વાહકજન્ય નિર્મૂલન માટે શું શું કરવું અને શું શું ના કરવું એ બાબતે પોરા નિદર્શન કરાવીને માહિતી આપવામાં આવી હતી. આ કામગીરી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પીપળીના આરોગ્ય કર્મચારી દિલીપભાઈ દલસાણીયા, નિમુબેન પારઘી, સુનિલભાઈ લઢેર તેમજ વિવિધ વિસ્તારોની આશા વર્કરો દ્વારા કરવામાં આવેલ હતી.






Latest News