ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી નજીક સર્જાયેલ અકસ્માતના પગલે ભાજપના આગેવાનો તંત્રની સાથે ખડેપગે ઊભા રહ્યા


SHARE











મોરબી નજીક સર્જાયેલ અકસ્માતના પગલે ભાજપના આગેવાનો તંત્રની સાથે ખડેપગે ઊભા રહ્યા

મોરબી માળીયા હાઈવે પર ગાળા ગામના પાટિયા પાસે ડીસ્પલે બોર્ડની એંગલ ડમ્પર ઉપર પડતા ઘટનાસ્થળે જ ડ્રાઈવરનુ મોત નીપજયું હતું અને ત્યાં ટ્રાફિક જામ થઈ ગયો હતો ત્યારે કચ્છથી પરત ફરી રહેલા ભાજપ અગ્રણીઓ દોડી ગયા હતા અને ત્યાં બચાવ રાહત માટેની કામગીરીમાં સાથે ઉભા રહીને જે જરૂર હતી તે સુવિધા તાત્કાલિક કરી આપી હતી 

મોરબી માળીયા હાઈવે પર ગાળા ગામના પાટિયા પાસે મોડીરાત્રે હાઈવે પર લગાવેલા ડિસ્પ્લે બોર્ડની તોતીંગ ભારેખમ લોખંડની એંગલ મોરબી તરફ જતા ડમ્પર ઉપર ધડાકાભેર પડતા ટ્રક ચાલક યુવાનનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું જાણવા મળતી વિગત મુજબ મોરબી તરફ જતા ગાળા ગામના પાટિયા પાસે હાઈવે પર લગાવેલા ડિસ્પ્લે સાઈન બોર્ડની તોતીંગ એંગલ અચાનક જ જીજે-૩૬-ટી-૯૫૪૯ નંબરના ડમ્પર ઉપર તુટી પડતા ટ્રકની બોડી બુકડો બોલી ગઈ હતી

જેના કારણે ડમ્પર ચાલકનુ દબાઈ જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડ અને ૧૦૮ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ડમ્પર અંદર ફસાયેલા ચાલકની બોડીને ક્રેનની મદદથી ફાયરના જવાનો દ્વારા બહાર કાઢવામાં આવી હતી અકસ્માતના કારણે હાઈવે એક સાઈડ બ્લોક થઇ ગયો હતો. અને ટ્રાફિક જામ થયો હતો.આ સમયેજ કચ્છમાં સી. આર. પાટિલના કાર્યક્રમમાંથી પરત ફરી રહેલા મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઇ મિયાત્રા અને નરેન્દ્રસિંહ ઝાલા સહિતના આગેવાનો બનાવ સ્થળે પહોંચ્યા હતા અને બંધ થયેલ રોડ ખુલ્લો કરાવવા માટે તંત્રની સાથે ખડેપગે ઊભા રહ્યા હતા






Latest News