તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારાના ખોડીયાર આશ્રમ પાસે ચેકડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE











ટંકારાના ખોડીયાર આશ્રમ પાસે ચેકડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત

ટંકારા નજીક આવેલ ખોડીયાર આશ્રમ પાસેથી પસાર થતી નદીના ચેકડેમમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની જાણ ટંકારા પોલીસને કરવામાં આવી હતી અને યુવાનના મૃતદેહને ટંકારા હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો હાલમાં પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાના ટંકારા નજીક આવેલ ખોડીયાર આશ્રમ પાસેથી પસાર થતી જીજવા નદીના ચેકડેમમાં શંકરભાઈ દિયાભાઈ ભીલવાડ જાતે આદિવાસી (ઉંમર વર્ષ ૨૩) રહે હાલ બાબુભાઈની વાડી વાળો પાણીમાં ડૂબી ગયો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવની મૃતકના ભાઈ સુનિલભાઈ ભીલવાડએ ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને મૃતકના મૃતદેહને પીએમ માટે ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો અને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News