ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનામાં જતાં યુવાનને માર મારીને હત્યા: ત્રણ શખ્સોની સામે ગુનો નોંધાયો


SHARE











મોરબી નજીક કારખાનામાં જતાં યુવાનને માર મારીને હત્યા: ત્રણ શખ્સોની સામે ગુનો નોંધાયો

મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામ પાસે અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને તે બાબતે કારખાનાના સિક્યુરિટી ગાર્ડ દ્વારા પોતાના કારખાનેદારને જાણ કરવામાં આવી હતી અને બાદમાં તાલુકા પોલીસને જાણ કરાતા હાલ તાલુકા પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવી તેના પરિવારજનોની શોધખોળ કરવામાં આવી રહી હતી અને યુવાનને માર મરવામાં આવ્યો હોવાથી તેનું મોત નીપજયું હોવાની શંકા હતી જેથી કરીને મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને ફોરેન્સિક રિપોર્ટના આધારે પોલીસે હાલમાં બિસ્કોન સિરામિકના સિક્યુરિટી ગાર્ડ સાહિત ત્રણ શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના હળવદ રોડ ઉપર આવેલા નીચી માંડલ ગામ પાસે કયું સેવન સીરામીક નજીકથી આશરે ૩૦ થી ૩૫ વર્ષના અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી ત્યાંના સિક્યુરિટી ગાર્ડ રજનીભાઈ રૂપાલા રહે. અંદરણા વાળાએ કારખાનેદરને જાણ કરી હતી અને બાદમાં આ બાબતે તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અને મૃતકને માર માર્યો હોવાથી તેનું મોત નીપજયું હોવાની શંકાને આધારે પોલીસે તપાસ શરૂ કરવામાં આવી હતી અને સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમુક ઈસમોએ મૃતક યુવાનને માર માર્યો હોવાની વાત સામે આવી રહી હતી જેથી મૃતક યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું હતું અને તેના રિપોર્ટના આધારે પોલીસે હાલમાં હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં આ બનાવમાં રણજીતભાઈ પરવાસીયા મોલ જાતે સબર (૪૧) રહે હાલ સીમસ્ટોન સીરામીક લેબર કવાર્ટર વઘાસીયા ટોલનાકાથી મોરબી તરફ તાલુકો વાંકાનેર મૂળ રહે ઓરિસ્સા વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશભાઈ વસુનિયા, રાજેન્દ્ર ગુર્જર અને ઈરફાન કુરેશી રહે. ત્રણેય બિસ્કોન સીરામીક નીચી માંડલ નજીક મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મરણ જનાર ટિક્કીસિંગ ચેતન્યસિંગ બીસ્કોન સીરામીક કારખાનામાં જવા માંગતો હોય બીસ્કોન સીરામીકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા આરોપી મહેશભાઈ વસુનીયા સાથે ઝઘડો થયો હતો અને ત્યારબાદ મહેશભાઈ વસુનીયાએ રાજેન્દ્ર ગુર્જર અને ઈરફાન કુરેશીને બોલાવ્યા હતા અને તે ત્રણેય મળીને હાથેથી તથા લાકડી વડે ટિક્કીસિંગને માર માર્યો હતો જેથી કરીને ટિક્કીસિંગનું મોત નીપજ્યું હતું હાલમાં પોલીસે આ બનાવમાં હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તેને તજવીજ શરૂ કરી છે






Latest News