વાંકાનેરના પ્રતાપગઢ ગામે વાડીના કૂવામાથી યુવાનની કોહવાયેલ હાલતમાં લાશ મળી
મોરબી લાયન્સ કલબ દ્વારા નીલકંઠ વિદ્યાલય ખાતે ટીચર ટ્રેનિંગ વર્કશોપ યોજાયો
SHARE









મોરબી લાયન્સ કલબ દ્વારા નીલકંઠ વિદ્યાલય ખાતે ટીચર ટ્રેનિંગ વર્કશોપ યોજાયો
લાયન્સ કલબ ઓફ મોરબી સિટી અને નીલકંઠ વિદ્યાલય દ્વારા શિક્ષણની સાથે વિદ્યાર્થીઓ અને ભારતના ભવિષ્યને ઉજળું બનાવવાના પ્રયાસના ભાગરૂપે ટીચર ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના અનેક પ્રશ્નોનોને વાચા આપવા, ટીચરને બેસ્ટમાંથી વધુ બેસ્ટ બનાવવા, ભારતના ભવિષ્યનુ વધૂ સારુ ઘડતર કરવા અને શિક્ષણની દુનિયામાં કઈંક નવુ કરવાના હેતુથી ટીચરો માટે બે દિવસીય ટીચર ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વર્કશોપના સમાપન પ્રસંગે ક્લબના પ્રમુખ ત્રિભોવનભાઈ ફુલતરીયા, રીજીયન ચેરપશન પી.એમ.જે.એફ. રમેશભાઈ રૂપાલા,રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, તપોવન વિદ્યાલયના પ્રમુખ જીતુભાઈ વડસોલા, હિતેશભાઈ ગોપાણી, કિરણભાઈ કાચરોલા, જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા સહિતનાએ હાજર રહીને શિક્ષકોને પ્રોત્સાહન પૂરું પાડેલ હતું અને લાયન્સ ક્લબ ઇન્ટરનેશન દ્વારા પ્રમાણિન ઇન્ટરનેશનલ ટ્રેનર યોગેશભાઈ પોટા દ્વારા ટીચર ટ્રેનિંગ વર્કશોપમાં જોડાયેલ ટીચરોને ઇન્ટરનૅશનલ લેવલની ટ્રેનિંગ આપવામાં આવી હતી આ ટ્રેનિંગમા જોડાયેલા ૩૫ જેટલા શિક્ષકોને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથોસાથ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સન્માનિત વિજયભાઈ દલસાણીયા અને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સન્માનિત દિનેશભાઈ ભેંસદડીયાનું લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી તેમજ નીલકંઠ પરિવાર દ્વારા સન્માન કરવાંમાં આવ્યું હતું
