ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયા ગામે ઘરમાંથી મોબાઇલની ચોરી


SHARE











મોરબીના ગોર ખીજડીયા ગામે ઘરમાંથી મોબાઇલની ચોરી

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ગોર ખીજડીયા ગામે ઘર પાસે બેઠેલ મહિલાના મોબાઈલ ફોનની ચોરી થયેલ છે જેથી કરીને ભોગ બનેલ મહિલાના ભાઈએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે તેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગણેશનગરમાં રહેતા અશ્વિનભાઈ અમરશીભાઈ ડાભી જાતે દલવાડી (૨૧)એ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના બહેન ગોર ખીજડીયા ગામે પોતાના ઘર પાસે બેઠા હતા ત્યારે તેનો ઓપો કંપનીનો ૯૯૯૦ ની કિંમતનો મોબાઇલ ફોન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી આ બનાવ અંગેની યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જુગાર

વાંકાનેરના નવાપરા સામે સર્વિસ રોડ ઉપર વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા હનીફભાઈ યાકુબભાઈ ભટ્ટી જાતે મિયાણા (૪૩) રહે. સુઝુકી શોરૂમની પાછળ વાંકાનેર તથા જાવીદભાઈ અબ્દુલકરીમભાઈ કેડા જાતે સંધિ (૩૪) રહે. નવાપરા પંચાસર રોડ વાંકાનેર વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી સાહિત્ય અને ૧૦૨૦૦ રૂપિયા રોકડા કબજે કર્યા હતા અને તેની સામે જુગારધારા હેઠળ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જુગાર

મોરબીના વિસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ઉપર આવેલ ભવાનીનગર પાછળ ઈંટોના ભટ્ટા પાસે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસી ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમતા ચંદુભાઈ બચુભાઈ અગેચાણીયા (૪૮) રહે. વીસીપરા અમરેલી રોડ ભવાનીનગર મોરબી વાળાની ૮૦૦ ની રોકડ સાથે ધરપકડ કરીને જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News