મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો
Breaking news
Morbi Today

અમેરિકામાં યોજાનાર બેસ્ટ ડિપ્લોમેટ કોન્ફરન્સમાં રાજકોટનો યુવક કરશે ભારતનું પ્રતિનિધિત્વ, મહિલા સશક્તિકરણ મુદ્દે કરશે ચર્ચા


SHARE











અમેરિકામાં યોજાનાર બેસ્ટ ડિપ્લોમેટ કોન્ફરન્સમાં રાજકોટનો યુવક કરશે ભારતનું પ્રતિનિધિત્વ, મહિલા સશક્તિકરણ મુદ્દે કરશે ચર્ચા

મહિલા સશક્તિકરણ વગર દેશ કે સમાજની પ્રગતિ અશક્ય છે.આજે આપણા દેશમાં મહિલા સશક્તિકરણને ખુબ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.જેથી મહિલાઓને લગતા વિવિધ કાર્યક્રમો અને જાગૃતિ ફેલાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રોજેક્ટ પણ યોજાઈ છે.ત્યારે અમેરિકાના ન્યુયોર્કમાં મહિલા સશક્તિકરણ પર ૨૦૨૪ માં એક કોન્ફરન્સ યોજાવા જઈ રહીં છે.જેમાં અલગ અલગ દેશના યુવાનો આ કોન્ફરન્સનો હિસ્સો બનશે.ત્યારે રાજકોટનો એક યુવક ન્યુયોર્કમાં મહિલા સશક્તિકરણના મુદ્દે ઈન્ડિયાનું પ્રતિનિત્વ કરશે.જે રાજકોટ માટે ખુબ જ ગર્વની વાત છે.આ એક એવી કોન્ફરન્સ છે કે જેમાં ભાગ લેવાનું યુવાનોનું સપનું હોય છે.

રાજકોટનો યુવક ડો. હિરેન મહેતા ન્યુયોર્કમાં યોજાનાર બેસ્ટ ડિપ્લોમેટ કોન્ફરન્સમાં ભાગ લેશે.કોણ છે આ હિરેન મહેતા.તો હિરેન મહેતાએ બીબીએ, એમબીએ અને ફાયનાન્સમાં પીએચડી કરેલી છે.ડો. હિરેન મહેતા છેલ્લા ૧૦ વર્ષથી મહિલા સશક્તિકરણના મુદ્દે રિસર્ચ કરી રહ્યાં છે.હિરેન મહેતા અસોસિએટ પ્રોફેસર તરીકે પણ કામ કરી રહ્યાં છે.ડો. હિરેન મહેતાએ છેલ્લા 4-5 વર્ષથી વર્લ્ડ બેંકની ગ્રાન્ટમાંથી રિસર્ચ એન્ડ ટ્રેનિંગ પ્રોગ્રામ કરેલો છે.ગયા વર્ષે હૈદરાબાદમાં શિક્ષણ મંત્રાલયમાંથી સ્વચ્છતા અભિયાન અને ગ્રીન કેમ્પસ પર રિસર્ચ કર્યું હતું.જે બાદ તેમને હૈદરાબાદમાં જ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.ત્યારે આવતા વર્ષે એટલે કે વર્ષ 2024માં અમેરિકાના ન્યુયોર્કમાં બેસ્ટ ડિપ્લોમેન્ટ કોન્ફરન્સ થવા જઈ રહી છે.જેમાં રાજકોટનો હિરેન મહેતા મહિલા સશક્તિકરણના વિષય પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. જે વાત આપણા રાજકોટ અને ગુજરાત માટે ખુબ ગર્વની વાત છે.

બેસ્ટ ડિપ્લોમેટ્સ સંસ્થા શું કાર્ય કરે છે ?

બેસ્ટ ડિપ્લોમેટ્સ એ ન્યુયોર્ક સ્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થા છે.જે રાજદ્વારી અનુકરણો દ્વારા ભાવિ રાજદ્વારીઓની તાલીમ અને ઘડતર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તે યુવા નેતાઓ અને ચેન્જ મેકર્સ માટે વિચારોનું આદાન-પ્રદાન કરવા અને સૌથી પડકારરૂપ વૈશ્વિક મુદ્દાઓને ઉકેલવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરે છે. આ રાજદ્વારી અનુકરણો ભાવિ રાજદ્વારીઓ માટે લોબિંગ અને જટિલ વિચાર કૌશલ્યના સમૂહને સમજવા અને પકડવા માટે એક આદર્શ માર્ગ છે.જે તેમને વધુ સારા ડિપ્લોમેટ્સ બનવા માટે સક્ષમ બનાવે છે.બેસ્ટ ડિપ્લોમેટ્સ કોન્ફરન્સમાં ઘણા લોકો ભાગ લેવા માંગતા હોય છે.કારણ કે આ એક એવુ પ્લેટફોર્મ છે કે જ્યાંથી ડિપ્લોમેટ્સ ક્ષેત્રે વધુ જાણવા અને આ ક્ષેત્રના અન્ય વ્યવસાયિકો સાથે એક સારૂ નેટવર્ક બનાવવાની એક મોટી અને બેસ્ટ તક આપે છે.






Latest News