મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો
Breaking news
Morbi Today

ભાજપમાં આવી ગયેલા ગુંડાઓના નામ જાહેર કરો: મોરબીના ધારાસભ્યને કોંગ્રેસનો પડકાર


SHARE











ભાજપમાં આવી ગયેલા ગુંડાઓના નામ જાહેર કરો: મોરબીના ધારાસભ્યને કોંગ્રેસનો પડકાર

મોરબી શહેર માં  કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ પડી ભાગી  હોય તેવું લોકો ને લાગી રહ્યું  છે  પોલીસ ની બીક  ગુંડાગીરી કરતા લોકો માં  જતી રહેલ હોય તેવા બનાવો રોજ બરોજ બનતા રહે છે .કારણ મોરબી નુ પોલીસ તંત્ર ખાલી ભાજપ ના ઘાર સભ્ય ના ઇશારે ચાલે છે તેવું લાગે છે.

મોરબી શહેર માં દિન દહાડે હત્યા મારામારી  લૂંટ ખંડણી જેવી ઘટના રોજ  બરોજ બને  છે ત્યારે પોલીસ મુક્ત પ્રેક્ષક બની ને બેઠી રહે છે એમ લોકો ને લાગે છે પોલીસ  ફરિયાદ. માટે એફ  આર આઈ પણ  લખતી નથી ખાલી અરજી લઈ ને મન મનાવી લે છે તાજેતર  માં સમી સાંજના  સ્કાય મોલ પાસે  નિર્દોષ નાગરિક ને અમુક  લૂખા તત્વ એ આંતક ફેલાવી મારમારી રહેલ છે તેવો  વિડિયો સોશિયલ મીડિયા માં પ્રસિદ્ધ થયેલ છે ત્યારે એવું લાગે છે કે મોરબી માં  કાયદો વ્યવસ્થા ની પરિસ્થિતિ ના લીરે લીરા  ઉડાવવા માં આવી રહિયા છે.

તાજેતર માં મોરબી શહેર માં એક ઓડિયો વાયરલ થયેલ છે તેમાં મોરબી ભાજપ ના કોય નેતા  મોરબી  માળિયા ના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સાથે  વાત કરે છે  છે કે કોઈ જગ્યા એ ફાયરિંગ જેવી ઘટના  બનેલ છે તેનો ઉલેખ કરવા  માં આવી રહીયો છે ત્યારે મોરબી ના ધારાસભ્ય એવું કહેતા સંભળાય છે કે મોરબીમાં જેટલા ગુંડા હતા તે બઘા ભાજપમાં આવી ગયા છે તો એક જવાબદાર મોરબી માળીયાના ધારાસભ્યએ આવા ગુંડાઓને છાવરવાના બદલે પોલીસ ખાતાને સોંપવા જોઇએ એવું મોરબીની પ્રજા ઈચ્છી રહી છે  ફાયરિંગ ની ઘટના બની તેની કાંતિ અમૃતિયા ને ખબર હોય તો તેમને મોરબી ની પ્રજા ના હિત માં આ ફાયરિંગ કરનાર નુ નામ પોલીસ ખાતા ને આપી મોરબી ની પ્રજા ની સુરક્ષા  જાળવવા માં સહયોગ કરવો જોઇએ આવા આવારા લૂખા તત્વોને  પ્રોત્સવહન આપવા ના બદલે  મોરબી પોલીસને સોંપી દેવા આગળ આવવું જોઈએ.મોરબીની શાંતિ  ડોહળવાનો પ્રયાસ કરતા લોકો સામે પોલીસ ખાતાએ કડક કાર્યવાહી કરીને કાયદાનુ ભાન કરાવવું  જોઈએ.પોલીસ ખાતાએ મોરબી માળિયાના ઘારાસભ્યની પૂછપરછ કરી ગુંડા તત્વોના નામ મેળવીને કાયદા અંતર્ગત આવા લોકો સામે પગલાં લેવા જોઇએ તેમ મોરબીની પ્રજા ઈચ્છે છે તેમ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજ્યગુરૂ અને માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારીએ યાદીમાં જણાવેલ છે.

વધુમાંમાં મનોજભાઇ પનારાએ કાંતિભાઈ અમૃતિયાની જે ઓડિયો કલીપ વાઇરલ થયેલ છે તેને લઈને કહ્યું છે કે, વ્યાજખોરો, ગુના, ખનીજ માફિયા અને જેટલા પણ ખોટા કામ થાય છે તેની પાછળ ભાજપની સરકાર અને નેતા છે માત્ર કમળના નિશાન સાથેની કેસરી બોપટી ગાળામાં પહેરી તેમજ ગાડીને લગાવીને ખોટા કામ થઈ રહ્યા છે જો કે, અત્યાર સુધી કોઈ સ્વીકારતા ન હતા પરંતુ હવે ભાજપના ચાલુ ધારાસભ્યની જે ઓડિયો ક્લિપ ફરી રહી છે તેને લઈને કેટલાક અણીદાર આક્ષેપો કર્યા છે અને સતાના આશીર્વાદ વગર કોઈ પણ માણસ ખોટું કામ કરી શકે ? તેવો સવાલ લોકોને કરીને જાગવા માટે આહ્વાન કર્યું છે






Latest News