મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં આર્થિક સંકળામણના લીધે ઘરેથી ગુમ થયેલ યુવાન પાંચ મહિના બાદ પરત ફર્યો


SHARE











મોરબીમાં આર્થિક સંકળામણના લીધે ઘરેથી ગુમ થયેલ યુવાન પાંચ મહિના બાદ પરત ફર્યો

મોરબીના નાનીવાવડી ગામે રહેતા અને મૂળ બગથળાનો દરજી યુવાન પાંચ માસ પહેલા ઘરે કોઇને કંઇ કહ્યા વગર ચાલ્યો ગયો હતો જે પાંચ મહીને ઘરે પરત ફર્યો છે.તે યુવાનની જેતે સમયે રૂા.૧૯ લાખની લોન પાસ થયેલી હોય તે ઘરેથી બેંકના કાગળ લઇને બેંકે જાંઉ છું તેમ કહીને નીકળ્યા બાદ તે દરજી યુવાન ગુમ થઈ જતા પોલીસ તપાસ કરતી હતી દરમિયાનમાં યુવાન જાતે ઘકે આવીને પોલીસમાં નિવેદન આપવા રજૂ થયો હતો.

મોરબીના નાની વાવડી ગામે આવેલ સમજુબા સ્કૂલની પાસેની ખોડીયાર ડેરી નજીક રહેતા અને ઘરની પાસે જ મામા સિલેક્શન નામે દરજીકામની દુકાન ધરાવતો સુરેશ નંદલાલ ગંગારામ ધામેચા દાતે દરજી (ઉમર ૩૯) મૂળ રહે. બગથળા તા.જી.મોરબી નામનો યુવાન ગત તા.૧૯-૨ ના બપોરના એકાદ વાગ્યા બાદથી ગુમ થઈ ગયો હતો જેથી તેની માતા ભારતીબેન નંદલાલ ધામેચા જાતે દરજી (૫૫) રહે.ખોડીયાર ડેરી નજીક સમજુબા સ્કૂલ પાસે નાની વાવડી વાળાઓએ પોલીસમાં પુત્ર ગુમ થયો હોવાની જાણ કરી હતી.સુરેશ નંદલાલ ધામેચા નામનો દરજી યુવાન તા.૧૯-૨ ના રોજ રાબેતા મુજબ ઘરેથી તેની દરજીકામની દુકાને ગયો હતો અને સવારે દુકાને ગયા બાદ પરત ઘરે બેન્કના કાગળો લેવા આવ્યો હતો અને કાગળ લઈને ઘરેથી ૧૧ વાગ્યે બેંકે જાવ છું તેમ કહીને નીકળ્યો હતો અને બાદમાં તે ગુમ થઈ ગયો હતો.તેણે બેંકમાંથી ૧૪ લાખની લોન લીધી હતી અને તે લોન ભરવા માટે તેણે અન્ય ખાનગી બેંકમાંથી રૂપિયા ૧૯ લાખની લોન મૂકી હતી જે પાસ થઈ હતી જેથી આગલી લોન તેને ચૂકવી દીધી હતી અને બાકીના પાંચ લાખનો ચેક આપવા માટે બેંકવાળાઓ તેને ચેક આપવાના હતા દરમિયાનમાં તે બેંકના કાગળ લઈને ઘરેથી નીકળ્યો હતો અને બાદમાં ગુમ થઈ ગયો હતો.

ગુમ થયેલ સુરેશભાઈ ધામેટા ગઈકાલ તા.૧૩-૭ ના પોતાની મેળે ઘરે આવ્યા હતા અને પોલીસમાં જાણ થતા પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવવા માટે આવ્યા હતા.જેમાં તેઓએ તપાસ અધિકારી એ.એમ.જાપડીયા સમક્ષ વર્ણવ્યું હતું કે પોતાને દરજીકામનો ધંધો હતો જે બરોબર ચાલતો ન હોય એને પૈસાની સતત તંગી રહેતી હતી જેથી ઘરેથી કોઈને કંઈક કર્યા વગર પોતે રિક્ષામાં બેસીને વાંકાનેર ગયો હતો અને ત્યાંથી તે રાજસ્થાન ધંધાની શોધ માટે ગયો હતો ત્યાં પોણા બે મહિના રોકાયા છતાં પણ કોઈ કામ ધંધો મળ્યો ન હતો અને તેણે પોતાનો મોબાઈલ પણ વેચી નાખ્યો હતો.બાદમાં તે રાજસ્થાનથી મહારાષ્ટ્રના ઓરંગાબાદ ગયો હતો અને ત્યાં થોડો સમય રોકાયા બાદ કંઈ કામ ન મળતા અંતે રાહદારી પાસેથી ફોન માગીને પોતાની પત્નીને વાત કરી હતી અને પોતે પરત ઘરે આવ્યો હતો હાલ પોલીસ સમક્ષ તેણે ઉપરોક્ત હકીકત વર્ણવતા પોલીસે આ અંગે નોંધ કરીને આગળની તજવીડ હાથ ધરી હતી.

વૃદ્ધા સારવારમાં

મોરબીનાએસપી રોડ ઉપર રહેતા માણેકબેન અંબારામભાઈ અઘારા નામના ૭૦ વર્ષના વૃદ્ધા એસપી રોડ ઉપર સોસાયટી વિસ્તારમાં બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા.તે દરમિયાનમાં રોડ ઉપરના સ્પીડ બ્રેકરમાં તેઓનું બાઈક સ્લીપ થતા ઇજા પામતા ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

મારામારીમાં ઈજા

મોરબીના ચાંચાપર ગામે સુંદરમ ફાર્મ નજીક રહેતા પ્રવીણભાઈ કાંતિભાઈ સાણંદિયા નામના ૪૩ વર્ષના યુવાનને તેના ફાર્મ નજીક છ-સાત લોકો દ્વારા માર મારવામાં આવતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવની હોસ્પિટલ સુત્રો તરફથી પોલીસમાં જાણ કરાતા સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ મારામારીના કારણ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી હતી






Latest News