ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીની પીપળીયા ચોકડી યુવાન ઉપર છરી વડે હુમલો કરનારા બે સગાભાઈની ધરપકડ


SHARE











મોરબીની પીપળીયા ચોકડી યુવાન ઉપર છરી વડે હુમલો કરનારા બે સગાભાઈની ધરપકડ

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ જેકેટી હોટલ પાસે યુવાન ઊભો હતો ત્યારે સામુ જોવા બાબતે બોલાચાલી કરીને બે શખ્સોએ ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ ઢીકાપાટુનો માર મારીને છરી વડે તેની ડાબી આંખની ઉપર કપાળના ભાગે હુમલો કરીને ઇજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણામાં જેડાવાડામાં રહેતો હૈદરભાઈ અલીમામદભાઈ જેડા જાતે મિયાણા (૩૩) નામના યુવાને હુસેનભાઈ હૈદરભાઈ સંધવાણી અને અવેશભાઈ હૈદરભાઈ સંધવાણી રહે. બંને સંધવાણી શેરી માળીયા મિયાણા વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ જેકેટ હોટલ પાસે તે ચા પીવા માટે ઉભો હતો ત્યારે બંને આરોપીઓ ત્યાં બાઈક લઈને આવ્યા હતા અને સામુ જોવા બાબતે ફરિયાદી સાથે બોલાચાલી અને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ ગાળો આપી હતી જેથી યુવાને ગાળો આપવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારે હુસેનભાઈ સંધવાણી પાસે રહેલ છરી વડે તેણે હુમલો કરતા ફરિયાદી યુવાનને ડાબી આંખની ઉપર કપાળના ભાગે ઈજા કરી હતી જેથી યુવાને સારવાર લઈને બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે તપાસનીસ અધિકારી અર્જુનસિંહ ઝાલાએ આરોપી હુસેનભાઈ હૈદરભાઈ સંધવાણી (૨૪) અને અવેશભાઈ હૈદરભાઈ સંધવાણી (૩૨) રહે. બંને સંધવાણી શેરી માળીયા મિયાણા વાળાની ધરપકડ કરલે છે અને આગળની કાર્યવાહી કરી છે

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા નાગડાવાસ ગામે ઘર પાસે થયેલી મારામારીના બનાવમાં ઈજા પામેલ ભાવેશ કરસનભાઈ કવાડીયા નામના ૪૫ વર્ષના યુવાનને ઇજા થતા સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ ઉપરોક્ત બનાવની જાણ તાલુકા પોલીસમાં કરાતા તાલુકા પોલીસ મથકના જશપાલસિંહ જાડેજા દ્વારા આ બનાવની આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા થતાં સારવારમાં
મોરબી તાલુકાના બાદનપર (આમરણ) ગામે રહેતા ગોવિંદભાઈ વાલજીભાઈ સાવરીયા નામના ૪૮ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા થતાં તેમને અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેઓ આમરણ ગામેથી ધૂળકોટ જતા હતા ત્યારે રસ્તામાં જીન નજીક તેમના બાઈક સાથે કૂતરું અથડાતાં તેઓનું બાઈક સ્લીપ થઈ ગયુ હતુ.જે બનાવમાં તેઓને ઈજા થતાં સારવારમાં લાવવામાં આવ્યા હતા.જેથી કરીને તાલુકા પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરી આગળની તપાસ ચલાવવામાં આવી હતી.






Latest News