ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીમાં રૂ.૧૨ લાખ લીધા બાદ દસ્તાવેજ ન કરી આપનાર બિલ્ડર સામે કાર્યવાહી


SHARE











મોરબીમાં રૂ.૧૨ લાખ લીધા બાદ દસ્તાવેજ ન કરી આપનાર બિલ્ડર સામે કાર્યવાહી

મોરબીના રહીશ ચંદુભાઇ કાલરીયાએ રાજેશ થોભણભાઇ સનારીયા સામે ફલેટના સાટાખત કરેલ અને દસ્તાવેજ કરેલ નહી તે બાબત મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં ફરીયાદ દાખલ કરતા ગ્રાહક અદાલતે રાજેશભાઇના રૂા.બાર લાખ નવ ટકાના વ્યાજ સાથે તેમજ પાંચ હજાર ખર્ચના મંજુર કરતા આ રકમ કેઇસ દાખલ તા.૧૯/૩/૨૦૨૨ થી ચુકવવાનો આદેશ કરેલ છે.

મોરબીના રહીશ ચંદુભાઇ કાલરીયાએ રવાપર રોડ પર બનતા ફલેટ જે રાજેશ થોભણભાઇ સનારીયા બનાવતા હોય અને તેમને એડવાન્સ પેટે બાર લાખ રૂપિયા ચંદુભાઇ કાલરીયા પાસે લીધેલ અને દસ્તાવેજ કરી આપવાની બાહેધરી લીધેલી પરંતુ દસ્તાવેજ ન કરતાં ચંદુભાઇ કાલરીયાએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક અદાલતે રાજેશભાઇ સનારીયાને બાર લાખ તથા પાંચ હજાર ખર્ચના તા. ૧૯-૩-૨૧ થી નવ ટકાના વ્યાજ થી ચુકવવા હુકમ કરેલ છે. રાજેશભાઇ ગ્રાહક અદાલતમાં હાજર નહી રહેતા એક તરફી હુકમ કરવામાં આવેલ છે. ગ્રાહકે પોતાના હકક અને હિત માટે લડવું જોઇએ મોરબી જિલ્લામાં બીલ્ડરો એન્ડવાન્સ પૈસા લઇને પછી દસ્તાવેજ કરતાં નથી એવી ફરીયાદો ઉઠી છે ગ્રાહકે જાગૃત થવાની જરૂરત છે મકાન ખરીદતા પહેલા તમામ કાગળો જોઇ લેવા અને બાંધકામની મંજુરી છે કે નહીં તે તપાસી લેવી જેથી ગ્રાહકને પાછળથી પસ્તાવુ ના પડે કોઇપણ ગ્રાહકે અન્યાય થાય કે છેતરપીંડીનો ભોગ બને તો પ્રમુખ લાલજીભાઇ મહેતા મંત્રી રામ મહેતાનો સંપર્ક કરવો.તેમના મોબાઇલ નં.૯૮૨૫૭ ૯૦૪૧૨ છે. #MORBITODAY






Latest News