ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

માળિયા-દેરાળા રૂટના વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા ન કરાઇ તો આંદોલન: એબીવીપી


SHARE











માળિયા-દેરાળા રૂટના વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા ન કરાઇ તો આંદોલન: એબીવીપી

મોરબી એબીવીપી શાખા દ્વારા વિધાર્થીઓને માળિયા-દેરાળા રૂટની બસને લઈને સમસ્યા છે તેનું સમાધાન કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે અને વિધાર્થીઓને જે હાલાકી પડી રહી છે તેને દૂર કરવાની માંગ કરવામાં આવી છે

મોરબી એબીવીપી દ્વારા માળિયા-દેરાળા રૂટ પરની બસ એક જ આવે છે અને જ્યારે બસની સામે વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોવાથી વિધાર્થીઓને હેરાન થવું પડે છે જેથી કરીને વિદ્યાર્થીઓએ હેરાન થતાં હોવાથી વિધાર્થી દ્રારા અનેક વખત એસટી વિભાગમા મૌખિક રજુઆત કરવામાં આવી છે તો પણ એસટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓની વાત સાંભળીને વિદ્યાર્થીઓના હિત માટે બસ વધારી નથી ત્યારે મોરબી એબીવીપી દ્વારા એસટી વિભાગને આવેદનપત્ર આપીને બસ વધારવા માટેની ઉગ્ર રજુઆત કરવામાં આવી છે અને આગામી સમયમાં વિધાર્થીઑની સમસ્યા ઉકેલવામાં નહિ આવે તો આંદોલન કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી એસટી વિભાગની રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે






Latest News