ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીના બેલા નજીક ટ્રકમાંથી ૨૯,૯૯૦ ના મોબાઇલની ચોરી


SHARE











મોરબીના બેલા નજીક ટ્રકમાંથી ૨૯,૯૯૦ ના મોબાઇલની ચોરી

મોરબીના બેલા રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના ગેટ પાસે ટ્રક પાર્ક કરીને રાખ્યો હતો જે ટ્રકમાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ૨૯,૯૯૦ રૂપિયાની કિંમતના મોબાઇલની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોબાઇલ ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાનના ચોખલા ગામના રહેવાસી અને હાલમાં મોરબીની રવિરાજ ચોકડી પાસે ટાટાના શોરૂમ નજીક શિવ શંકર લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટમાં રહેતા અને કામ કરતા અલસારામ કેસારામ ચૌધરી જાતે જાટ (૨૩)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના બેલા રોડ ઉપર આવેલ બેન્ટા સીરામીક કારખાનાના ગેટની બહારના ભાગમાં ટ્રક પાર્ક કરીને મૂક્યો હતો તે ટ્રકમાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા વીવો કંપનીનો વી-૨૩ મોડલનો ૨૯,૯૯૦ રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન ચોરી કરી ગયેલ છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે મોરબી તાલુકા પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

દેશી દારૂ

વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલદીપભાઈ ખાચરના ઘરમાંથી દેશી દારૂનો ૧૮૦ લીટર જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે ૩૬૦૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી કુલદીપભાઈ રાજુભાઈ ખાચર જાતે કાઠી દરબાર (૨૩) રહે. રંગપર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે






Latest News