મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં શોટ લાગતાં એક યુવાનનું મોત, એક સારવારમાં વાંકાનેર તાલુકામાં ગેરકાયદે-ઓવરલોડ ખનીજનું પરિવહન કરતાં 4 ડમ્પર ઝડપાયા: 1.10 કરોડનો મુદામાલ કબ્જે મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબીમાં ટેક્સ  ચોરી-સરકાર સાથે છેતરપિંડીના ગુનામાં આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE











મોરબીમાં ટેક્સ  ચોરી-સરકાર સાથે છેતરપિંડીના ગુનામાં આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીમાં આવેલ જુદીજુદી બે પેઢીના સંચાલકો દ્વારા કરોડો રૂપિયાનો વેપારી કરીને સરકારમાં જમા કરવાના થતો ૧૮ ટકા ટેક્સ જમા કરાવેલ નથી અને આટલું જ નહીં પરંતુ ધડમૂડથી રદ્દ વેપારીઓની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો રીટર્નમાં કરીને તેઓએ ખોટા રીટર્ન ભરેલ છે તથા ખોટી રીતે હિસાબો બતાવી ટેક્સની ચોરી કરી છે જેની ફરિયાદ આધારે હાલમાં એક આરોપીની મોરબી એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે અને તે આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

થોડા સમય પહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને સહાયક રાજ્ય વેરા કમિશ્નરની કચેરીમાં ફરજ બજાવતા સ્મિત જયેન્દ્રકુમાર પટેલ (30)એ મોરબીમાં નાગર પ્લોટમાં આવેલ જય શોપીંગમાં મે. વિશાલ એંટરપ્રાઈસના માલિક રફીકભાઇ રજાકભાઇ માંડવીયા રહે. કુબેરનાથ રોડ મોરબી અને મોરબીના જય કોમ્પલેક્ષ અનિકેત કોર્પોરેશનના માલિક ગફારભાઇ રજાકભાઇ માંડવીયા રહે. કુબેરનાથ રોડ મોરબી વાળા સામે ટેક્સની ચોરી સરકાર સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કર્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, આરોપી રફીકભાઇ રજાકભાઇ માંડવીયાએ પોતાના મે. વિશાલ એંટરપ્રાઈસ નામની પેઢીના વર્ષ ૨૦૦૬/૦૭૨૦૦૭/૦૮નું કુલ રુપિયા ૧,૦૬,૪૮,૦૩૩ અને ૧૮ ટકા વ્યાજ સરકારની તીજોરીમા જમા કારાવેલ નથી તેવી જ રીતે આરોપી ગફારભાઇ રજાકભાઇ માંડવીયાએ પોતાની અનિકેત કોર્પોરેશન પેઢીના વર્ષ ૨૦૦૬/૦૭૨૦૦૭/૦૮ અને ૨૦૦૮/૦૯ નું કુલ રુપિયા ૧,૭૭,૮૭,૯૦૦ અને ૧૮ ટકા વ્યાજ સરકારની તીજોરીમાં જમા કારાવેલ નથી અને આ બન્ને આરોપીઓએ ધડમૂડથી રદ્દ વેપારીઓની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો રીટર્નમાં કરી તેઓએ ખોટા રીટર્ન ભરેલ છે તથા ખોટી રીતે હિસાબો બતાવી ટેક્સની ચોરી કરીને સરકાર સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરી છે જે ગુનામાં પોલીસે મે. વિશાલ એંટરપ્રાઈસના માલિક રફીકભાઇ રજાકભાઇ માંડવીયા જાતે મેમણ (૫૮)ની ધરપકડ કરી હતી અને આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો તત્યારે કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે






Latest News