મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં શોટ લાગતાં એક યુવાનનું મોત, એક સારવારમાં વાંકાનેર તાલુકામાં ગેરકાયદે-ઓવરલોડ ખનીજનું પરિવહન કરતાં 4 ડમ્પર ઝડપાયા: 1.10 કરોડનો મુદામાલ કબ્જે મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

મોરબીમાંથી ગાડીના ચાર ચોરાઉ ટાયર સાથે ત્રિપુટી પકડાઈ


SHARE











મોરબીમાંથી ગાડીના ચાર ચોરાઉ ટાયર સાથે ત્રિપુટી પકડાઈ

મોરબીના રવાપર રોડે આવેલ સુભાષનગર વિસ્તારમાંથી થોડા દિવસો પહેલા એક કારના ચાર ટાયરની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ટાયરની ચોરી કરનારા આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં ચોરાઉ ટાયરને ગાડીમાં રાખીને નીકળેલ ત્રિપુટીને પોલીસે ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડે આવેલ સુભાષનગરમાં રહેતા મયુરભાઈ રમેશભાઈ કાનાણીએ રાતના સમયે ઘર પાસે પાર્ક કરેલ ગાડીને નિશાન બનાવવામાં આવી હતી અને તેના ચારેય ટાયરની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે ઘર પાસે પાર્ક કરેલ ગાડીમાંથી ટાયરની ચોરી કરનારાઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી દરમ્યાન મોરબી એ ડિવિઝન ડી સ્ટાફના આર.પી.રાણા, ધર્મેન્દ્રભાઈ વાઘાડિયા, ચકુભાઈ કલોતરા, તેજાભાઈ ગરચર, હિતેશભાઇ ચાવડા અને સિદ્ધરાજભાઈ લોખિલ સહિતના સ્ટાફે રવાપર પર ઘુનડા રોડ ઉપરથી લાલ કલરની સ્વિફ્ટ ગાડી નંબર જીજે ૧૩ એએચ ૭૮૧૯ પસાર થઈ રહી હતી તેને રોકવામાં આવી હતી ત્યારે તે કારમાં ત્રણ શખ્સો બેઠા હતા અને તેની પાછળની સીટ ઉપર ચાર મેગવ્હીલ વાળા બીજી કારના ટાયર પડ્યા હતા જે બાબતે પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી કરીને પોલીસે ૪૧ (૧), (ડી) મુજબ પોલીસે ૨૦ હજારના ટાયર અને પાંચ લાખની ગાડી સહિતનો મુદામાલ કબ્જે કરેલ છે અને હાલમાં પ્રિન્સ વીરેન્દ્રભાઈ ઝાલરીયા (૨૦) રહે. ભગવતી પાર્ક વાવડી રોડ મોરબી, અભિષેશ દેવજીભાઈ સોઢીયા (૨૩) રહે. ઓમ શાંતિ પાર્ક નાની વાવડી રોડ મોરબી અને યોગેશ ગોવિંદભાઈ બાબરીયા (૧૮) રહે. ઓમ શાંતિ પાર્ક નાની વાવડી રોડ મોરબી વાળાને હાલમાં પકડીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સારવારમાં
મોરબી તાલુકાના રાજપર ગામે રહેતા જ્યોતિબેન પીન્ટુભાઇ મારવાણીયા નામની ૨૯ વર્ષીય મહિલાને મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવી હતી જ્યાં તેણીની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના નેહલબેન ખડિયા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.સૂત્રોમાંથી જાણવા મળતી માહીતી મુજબ જ્યોતિબેન મારવાણીયાને તેમના ઘરે તેમના પતિ દ્વારા માર મારવામાં આવતા ઈજા પહોંચતા સારવારમાં લઈ જવાયા હતા.

રવાપર અકસ્માત
મોરબીના રવાપર ગામે આવેલ ગોલ્ડન માર્કેટ નજીક વાહન અકસ્માત સર્જાયો હતો.જેમાં ઈજા થતાં મહેશભાઈ મહાદેવભાઇ રબારી (ઉમર ૧૮) રહે.ભરડવા બનાસકાંઠા વાળાને સારવારમાં લઇ જવાયો હતો.મહેશ રબારી બાઈક લઈને જતો હતો તે સમયે તેનું બાઇક ખાડામાં પડી જતા ઈજા થવાથી સારવાર માટે અત્રેની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.






Latest News