મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં શોટ લાગતાં એક યુવાનનું મોત, એક સારવારમાં વાંકાનેર તાલુકામાં ગેરકાયદે-ઓવરલોડ ખનીજનું પરિવહન કરતાં 4 ડમ્પર ઝડપાયા: 1.10 કરોડનો મુદામાલ કબ્જે મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર
Breaking news
Morbi Today

ઉજ્જૈનમાં કાલથી ત્રિદિવસીય રાષ્ટ્રીય સંશોધન પરિસંવાદ: મોરબીના જ્યોતિષાચાર્ય પણ હાજર રહેશે


SHARE











ઉજ્જૈનમાં કાલથી ત્રિદિવસીય રાષ્ટ્રીય સંશોધન પરિસંવાદ: મોરબીના જ્યોતિષાચાર્ય પણ હાજર રહેશે

ઉજ્જૈન બાબા મહાકાલના પ્રાંગણમાં ૨૬ જુલાઈથી રોજ ત્રણ દિવસીય રાષ્ટ્રીય સંશોધન પરિસંવાદનું ઉદ્ઘાટન થશે. જેમાં મોરબીના જાણીતા જ્યોતિષાચાર્ય મહામહોપાધ્યાય જીજ્ઞેશભાઈ પંડ્યાને આમંત્રણ આપવામાં આવ્યું છે

મહર્ષિ પાણિની સંસ્કૃત અને વૈદિક યુનિવર્સિટી, ઉજ્જૈન અને ઈન્ડિયન કાઉન્સિલ ઑફ ફિલોસોફિકલ રિસર્ચ, નવી દિલ્હીના સંયુક્ત ઉપક્રમે, ૨૬ જુલાઈએ માધવ સેવા ન્યાસ સંકુલ મહાકાલ મંદિર પરિસરમાં સવારે ૧૧ વાગ્યાથી વૈદિક ભાષા દર્શન અને ઉચ્ચારણ વિજ્ઞાન પર ત્રિ-દિવસીય રાષ્ટ્રીય સંશોધન પરિસંવાદનો પ્રારંભ થશે. આ રિસર્ચ સેમિનારમાં સંસ્કૃત જગતના નામાંકિત વિદ્વાનો અને સંશોધકો ત્રણ દિવસ સુધી વૈદિક ભાષા ફિલસૂફી અને ઉચ્ચારણ વિજ્ઞાન વિષય પર સંશોધન પેપરનું મંથન કરશે અને વાંચન કરશે. આ સેમિનારમાં મોરબીના જાણીતા વિદ્વાન મહામહોપાધ્યાય જીજ્ઞેશભાઈ પંડ્યાને પણ આમંત્રણ છે. જે મોરબી માટે ગૌરવ ની વાત છે. આ પહેલા પણ મહામહોપાધ્યાય  જીગ્નેશભાઈ પંડ્યા લખનઉ ખાતે જ્યોતિષ વિષયની પરિચર્ચાઓમાં ભાગ લીધો હતો આ સેમિનારના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ તરીકે મધ્ય પ્રદેશ રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રી ડો.મોહન યાદવ, સરસ્વતીતિથિ વિક્રમ યુનિવર્સિટીના કુલપતિ પ્રો.  અતિથિ વિશેષ તરીકે અખિલેશ કુમાર પાંડે ડો.અશોક કડેલ, ડાયરેક્ટર હિન્દી ગ્રંથ અકાદમી ઉપસ્થિત રહેશે. ઉદ્ઘાટન સત્રના મુખ્ય વક્તા પ્રો. સચ્ચિદાનંદ મિશ્રા સેક્રેટરી, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ ફિલોસોફિકલ રિસર્ચ, નવી દિલ્હીની અધ્યક્ષતામાં વાઇસ ચાન્સેલર પ્રો. વિજય કુમાર સી.જી. પણ હાજરી આપશે.






Latest News