મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના ગોર ખીજડીયા ગામે ઘરમાંથી મોબાઇલની ચોરીના ગુનામાં યુવતીની ધરપકડ


SHARE











મોરબીના ગોર ખીજડીયા ગામે ઘરમાંથી મોબાઇલની ચોરીના ગુનામાં યુવતીની ધરપકડ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ગોર ખીજડીયા ગામે ઘર પાસે બેઠેલ મહિલાના મોબાઈલ ફોનની ચોરી થયેલ હતી જેથી ભોગ બનેલ મહિલાના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે આ ગુનામાં યુવતીની ધરપકડ કરેલ છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ગણેશનગરમાં રહેતા અશ્વિનભાઈ અમરશીભાઈ ડાભી જાતે દલવાડી (૨૧)એ થોડા દિવસો પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કેતેઓના બહેન ગોર ખીજડીયા ગામે પોતાના ઘર પાસે બેઠા હતા ત્યારે તેનો ઓપો કંપનીનો ૯૯૯૦ ની કિંમતનો મોબાઇલ ફોન કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી આ બનાવની ફરિયાદ નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને હાલમાં આ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા દ્વારા આરોપી તૃપ્તિબેન માવજીભાઇ ચાવડા જાતે દલવાડી (૨૩) રહે. ગોર ખીજડીયા વાળીની ધરપકડ કરવામાં આવેલ છે

બાઇક સ્લીપ

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી મોરબી નજીકના નાની વાવડી ગામે મારુતિનગરમાં રહેતા સાર્થક નરેન્દ્રભાઈ કાચા (૨૯) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતો નિતેશ કરસનભાઈ લોલાડીયા નામનો યુવાન બાઇકમાં પાછળના ભાગે બેસીને નીચીમાંડલ ગામ પાસેથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે નીચી માંડલ ગામ નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં નિતેશ લોલાડીયાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબી નજીકના રફાળેશ્વર ગામે રહેતા સોનુભાઈ રામખીલાવન રાવત (૧૯) નામનો યુવાન પોતાના ઘર પાસે હતો ત્યારે ત્યાં બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતમાં બનાવમાં ઇજા પામેલા યુવાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બધા અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબી નજીકના લાલપર ગામ પાસે આવેલ સીસમ સીરામીક નજીકથી સુરેન્દ્રનગર જિલ્લાના ખેરવાડા ગામે રહેતા સાહિલ સિકંદર રાઠોડ (૨૫) નામનો યુવાન જઈ રહ્યો હતો ત્યારે ત્યાં અકસ્માતે તેનું બાઇક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વી.એસ. ડાંગર ચલાવી રહ્યા છે

બાઇક સ્લીપ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખાખરાળા ગામે રહેતા ચુનીલાલ વાલજીભાઈ મિયાત્રા (૫૫) નામના આધેડ બાઈક લઈને ગામ પાસે આવેલ મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા માટે જતા હતા ત્યારે ખાખરાળા ગામ પાસે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતના બનાવમાં તેને ઇજા થયેલ હતી જેથી ચુનીલાલને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ અકસ્માતના આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અર્જુનસિંહ ઝાલા ચલાવી રહ્યા છે






Latest News