મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સરકારી નાણાની ઉચાપતના કાંડમાં નવો વળાંક: હાઈકોર્ટે આપ્યો વચ્ચગાળાનો સ્ટે: ટીડીઓ, ટીપીઇઓ અને એકાઉન્ટ સામે કાર્યવાહીના સંકેત


SHARE









વાંકાનેરમાં સરકારી નાણાની ઉચાપતના કાંડમાં નવો વળાંક: હાઈકોર્ટે આપ્યો વચ્ચગાળાનો સ્ટે: ટીડીઓ, ટીપીઇઓ અને એકાઉન્ટ સામે કાર્યવાહીના સંકેત

વાંકાનેર તાલુકામાં ફરજ બજાવતા ત્રણ સરકારી શિક્ષકોની સામે ડીપીઇઓ દ્વારા સરકારી નાણાની ઉચાપતની ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેની સામે આગોતરા જામીન માટે ત્રણેય શિક્ષક દ્વારા હાઇકોર્ટમાં વકીલ મારફતે આગોતરા જામીન અને સ્ટે માટે અરજી કરી હતી જેમાં કરવામાં આવેલ દલીલને ધ્યાને રાખીને આગમી મુદત સુધી શિક્ષકોની ધરપકડ ન કરવા માટે હાઈકોર્ટે વચ્ચગાળાનો સ્ટે આપેલ છે અને શિક્ષકોના વકીલે એવી દલીલ કરી હતી કે જેના ખાતામાં રૂપિયા આવેલ છે તેની સામે ઉચાપતની ફરિયાદ નોંધાયેલ છે જો કે, ટીડીઓ, ટીપીઇઓ અને એકાઉન્ટટ તેના માટેની ઓથીરિટી છે તેની સામે કોઈ કાર્યવાહી કરેલ નથી જેથી કરીને તેની સામે હવે કાર્યવાહી કરવામાં આવે તેવ સંકેત મળી રહ્યા છે

વાંકાનેર તાલુકાનાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ સહિતના બાબતોમાં કૌભાંડ કરવામાં આવ્યું છે અને કૌભાંડની માટે ખાસ તપાસ સમિતિ બનાવવામાં આવી હતી જે સમિતિના રિપોર્ટના આધારે ૫૩.૧૫ લાખ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતુ જેથી કરીને સરકારી નાણાની ઉચાપત કરનારાઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે મોરબીના ડીડીઓ ડી.ડી. જાડેજાએ જે તે સમયે ડીપીઇઓને ફરિયાદ કરવા માટે અધિકૃત કર્યા હતા અને ડીપીઇઓ પ્રવીણભાઈ આંબરીયા દ્વારા વાંકાનેર સુધી પોલીસ સ્ટેશન ખાતે સરકારી નાણાની ઉચાપત કરનારા ત્રણ શિક્ષકોની સામે તા ૩/૬/૨૦૨૩ ના રોજ ૫૩,૧૫,૪૫૧ ની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી

જેમાં અરવિંદભાઇ પરમાર રહે, નેસ્ટ હિલ રવાપર ઘુનડા રોડ મોરબી, અબ્દુલભાઈ સેરશિયા રહે, વાંકિયા વાંકાનેર અને હિમાંશુભાઈ પટેલ રહે, ભાટીયા સોસાયાટી વાંકાનેર સામે ગુનો નોંધાયો હતો અને પગાર બિલ, ચિત્ર વ્યાયામ બચત ગ્રાન્ટ, વિદ્યાલક્ષ્મી બોન્ડ, શિષ્યવૃત્તિ, સિલેક્શન ગ્રાન્ટ, પ્રવાસી શિક્ષકની ગ્રાન્ટ તેમજ બનાવટી બિલ બનાવીને આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું અધિકારી ફરિયાદમાં જણાવ્યુ છે જોકે, પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી ન હતી અને ત્રણેય આરોપીઓ દ્વારા તેના વકીલ બી.ટી. રાવ મારફતે આગોતરા જમીન અને સ્ટે માટે હાઇકોર્ટમા અરજી કરવામાં આવી હતી

જે ગઇકાલે હાઇકોર્ટમા ચાલી જતાં આરોપીના વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે ત્રણેય આરોપી સરકારી કર્મચારી છે તો પણ તેને નોટિસ આપવામાં આવી નથી અને સીધી જ ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમજ આ ત્રણેય શિક્ષકોના ખાતામાં રૂપિયા આવેલ છે તેની સામે અંદાજે ૪૮ લાખ જેટલી રકમ ભરી આપેલ છે જો કે, આ બિલ પાસ કરવા માટેની જે ઓથોરીટી છે તેમાં ટીડીઓ, ટીપીઇઓ અને એકાઉન્ટટ આવે છે પરંતુ તેની સામે ફરિયાદ નોંધાવેલ નથી અને કોઈ કાર્યવાહી પણ કરવામાં આવેલ નથી જેથી કરીને આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને રાખીને હાલમાં હાઈકોર્ટે આગમી મુદત તા ૧૭/૮ સુધી ત્રણેય આરોપીની ધરપકડ સામે વચ્ચગાળાનો સ્ટે આપેલ છે અને આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લેવામાં આવશે તો આગામી સમયમાં આ કૌભાંડમાં બિલ પાસ કરવા માટેની જવાબદાર ઓથોરીટી એટ્લે કે, ટીડીઓ, ટીપીઇઓ અને એકાઉન્ટટ સામે કાર્યવાહી થાય તેવા સંકેત મળેલ છે




Latest News