મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

મોરબી ઓમ શાંતિ વિદ્યાલયમા ૩૯ અનાથ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક અભ્યાસ


SHARE









મોરબી ઓમ શાંતિ વિદ્યાલયમા ૩૯ અનાથ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક અભ્યાસ

વર્તમાન સમયમાં શિક્ષણ એક વ્યવસાય બની ગયો છે. સેલ્ફ ફાયનાન્સ શાળામાં ફી ભરીને ભણાવવાની બધાની આર્થિક સ્થિતી નથી આવા સમયે સરદાર બાગ સામે આવેલ છેલ્લા ૩૦ વર્ષથી મોરબીમાં શિક્ષણક્ષેત્રે અગ્રીણ સંસ્થા ઓશાંતિ વિદ્યાલયના સ્થાપક, સંચાલક અને મેનેજીંગ ટ્રસ્ટી ટી.ડી. પટેલ દ્વારા ૩૯ બાળાઓને નિઃશુલ્ક શિક્ષણ આપવાની જવાબદારી સ્વીકારી તેઓને શાળામાં પ્રવેશ આપેલ છે

જે બાળકોને તેની શાળામાં લેવામાં આવ્યા છે તેમાં વિકાસ વિદ્યાલયની ૩૩ બાળાઓ, યદુનંદન ગૌશાળાના ૩ વિદ્યાર્થીઓ, મધર ટેરેસા આશ્રમની ૩ બાળાઓનો સમાવેશ થાય છે આમ કુલ મળીને કુલ ૩૯ વિદ્યાર્થીનીઓને શાળામાં નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવેલ છે. પ્રથમ મધર ટેરેસા આશ્રમની બાળાઓને નિઃશુલ્ક પ્રવેશ આપેલ તેની પ્રગતિ અને શાળામાં અભ્યાસથી ખૂબ જ પ્રભાવિત થયેલ સિસ્ટરે અનાથ બાળકોની સંસ્થાઓની મીટીંગમાં ઓમ શાંતિ વિદ્યાલયના શિક્ષણકાર્ય અંગે જાણકારી આપી હતી જેનાથી પ્રભાવિત થઈ સરકારી અધિકારીએ ટી.ડી. પટેલનો સંપર્ક કરી અન્ય અનાથ આશ્રમની બાળાઓને શાળામાં પ્રવેશ આપવા માટે જણાવ્યું હતું જેનો ટી.ડી. પટેલે સ્વીકાર કરીને આ બાળાઓને શાળામાં ભણાવવાની જવાબદારી સ્વીકારી છે અને માતા-પિતા વિહોણી બાળાઓને અન્ય બાળકોની જેમ જ શ્રેષ્ઠ શિક્ષણ મળે અને જયાં સુધી શાળામાં ભણે ત્યાં સુધી નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવશે સાથે સાથે બે જોડી યુનીફોર્મ અને પુસ્તકો પણ આપેલ છે તેવી જાહેરાત કરેલ છે. અને સેલ્ફ ફાયનાન્સ શાળાઓ માત્ર ફી માટે જ કાર્યરત નથી પણ સામાજીક જવાબદારી સ્વીકારી સમાજમાં સમાનતા માટે પણ પ્રયત્નશીલ છે તેનો ઉતમ દાખલો ઓમ શાંતિ વિધાલયે આપેલ છે તેવું શાળાના આચાર્ય સંજયભાઈ વિરડીયાએ માહિતી આપતા જણાવ્યુ છે




Latest News