મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

ટંકારામાં બીમાર ગાયની સારવાર કરતાં જીવદયા પ્રેમી લોકો


SHARE









ટંકારામાં બીમાર ગાયની સારવાર કરતાં જીવદયા પ્રેમી લોકો

ટંકારામાં મહોરમના તહેવાર નિમિત્તે તાજીયાના ઝુલુસના મુખ્ય માર્ગ ઉપર મુમના શેરીમાં ત્રણ ચાર દિવસથી ગાય બીમાર હાલતમાં હતી અને તેના પાછલા પગના ભાગે જીવાત થઈ ગઈ હતી. જેની જાણ થતાં સામાજિક કાર્યકર અને ઉપસરપંચ પ્રતિનિધી તેમજ જીવ દયા પ્રેમી હેમંતભાઈ ચાવડા ત્યાં આવ્યા હતા અને તાત્કાલિક ૧૯૬૨ ઇમરજન્સી "કરુણા એનિમલ કેર"ને જાણ કરી હતી અને પાંજરાપોળના સંચાલક, ગૌ સેવા પ્રેમી રમેશભાઈ ગાંધીને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા. આ તકે સલીમભાઈ પટ્ટાવાળા, રાજુભાઈ કર્મચારી, પપ્પુભાઈ, અજયભાઈ પ્રજાપતિ વગેરેએ હાજર રહી ભારે જહેમત ઊઠાવી બીમાર ગાયને બેઠી કરીને પ્રાથમિક સારવાર આપી હતી. "ફ્રી એનિમલ કેર" દ્વારા બિમાર ગાયને ઇન્જેક્શન આપી દવાનો બાટલો ચડાવી સ્વસ્થ કરવાનો પ્રયાસ કરી રાહત અપાવી હતી. આ તકે ત્યાંથી પસાર થતા તાલુકા પંચાયતના સદસ્ય પ્રતિનિધિ ભાવિનભાઈ સેજપાલે જીવ દયા પ્રેમી મિત્રોની કામગીરીને બિરદાવી હતી




Latest News